‘તારક મહેતા કા.....’માં હવે કોણ ભજવશે ડો. હાથીનું પાત્ર? જાણો ડિરેક્ટરે શું આપ્યો જવાબ
નોંધનયી છે કે, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા વર્ષ 2008થી શરૂ થઈ હતી. ત્યારે કવિ કુમાર આઝાદ આ શોમાં વર્ષ 2009માં જોડાયા હતા. આઝાદ પહેલા એક્ટર નિર્મલ સોનીએ એક વર્ષ સુધી ડોક્ટર હંસરાજ હાથીની ભૂમિકા ભજવી હતી. એવામાં ચર્ચા એવી છે કે, નિર્મલ સોની ફરી ડોક્ટર હાથીની ભૂમિકા ભજવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો દર્શકોમાં બહુ જ પોપ્યુલર છે. આ શોમાં ડોક્ટર હાથીનું પાત્ર ભજવનાર કવિ કુમાર આઝાદનું 9 જુલાઈના રોજ નિધન થયું હતું.
અસિત મોદીએ વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો, પરંતુ દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ડો.હાથીના બદલામાં કયુ પાત્ર આવશે.
એક ઈન્ટરવ્યૂમાં અસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે, કવિ કુમાર આઝાદના જવાથી બહુ જ દુખ છે, પરંતુ શોમાંથી આ પાત્રને દૂર કરવામાં આવશે નહીં. આ શો માટે નવા પાત્રની શોધ ચાલી રહી છે.
ત્યારે શોના પ્રોડ્યુસર તરફથી મોટા સમાચાર જાણવા મળ્યા છે. ડો.હાથી મૃત્યુ બાદ તેમના પાત્રને ખત્મ કરવામાં નહીં આવે. આ શો માટે બીજા હો.હાથીની શોધ ચાલી રહી છે.
મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના ફેમસ પાત્ર ડો.હાથી ઉર્ફે કવિ કુમાર આઝાદના મોતનો આઘાત હજી પણ ટેલિવુડ શમી શક્યું નથી. ડો.હાથીના મોતનો સૌથી મોટો આઘાત શોના પ્રોડ્યુસર અસિત મોદી અન અન્ય સાથી કલાકારોને લાગ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -