આ ફેમસ સીરિયલની એક્ટ્રેસનો ખુલાસો, ‘6 વર્ષની ઉંમરે અંકલે કરી હતી છેડતી’
શ્રેણુએ કહ્યું છે કે, તેણે 6 વર્ષી ઉંમરે એક બેડટચનો અનુભવ થયો હતો. એક તસવીર શેર કરતા શ્રેણુએ લખ્યું કે, નાનપણમાં હું ઉનાળાની રજામાં નાનાનાં ઘરે જતી હતી ત્યારે બસમાં સફર કરતાં સમયે સીટ ફૂલ હોય તો નાના કોઇને વિનંતીકરીને મને સીટ અપાવતા હતાં.
માત્ર એક વખત નહીં આવી ઘટનાઓ ઘણી વખત થઇ. હું મારી ઘણી મિત્રોને જાણુ છુ જે આ પ્રકારની સિચ્યુએશનનો સામનો કરી ચુક્યા છે. પણ અમે અવાજ ઉઠાવતા ડરતા હતાં. કે કદાચ આ સમાજ મારો વિશ્વાસ ન કરે.'
'હું કંઇ જ સમજી ન શકી. ફક્ત એક વાત સમજમાં આવી કે તે મને ખોટી રીતે અડી રહ્યો છે. મને તે આભાસ થઇ ગયો હતો કે આ ખોટું થઈ રહ્યું છે. પણ હું ચુપ રહી. હું મારા નાનાને દૂર ઉભેલા જોઇ રહી હતી. પણ કંઈ જ કહી શકતી ન હતી. કદાચ તે વખતે બોલી જતી.
નવી દિલ્હીઃ ટીવી સીરિયલ ઇશ્કબાજની લીડ એક્ટ્રેસ શ્રેણુ પારાખે હોલિવૂડના #Metoo કેમ્પેનની જેમ પોતાના જીવન સાથે જોડાયેલ અનેક અનુભવ શેર કર્યા છે. શ્રેણુએ પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.
એવી રીતે એક વખત એક અંકલને નાનાએ કહ્યુંકે તે મને તેમનાં ખોળામાં બેસાડી દેશે. નાના પણ રાજી થઇ ગયા જેથી મને મુસાફરીમાં થાક ન લાગે. તે માણસે મને ખોળામાં બેસાડી. છ વર્ષની બાળકી હતી તેથી મને ખબર ન પડી કે મારી સાથે શું થઇ રહ્યું છે.