કામ્યાએ જણાવ્યું કે તે 10 ફેબ્રુઆરી 2020ના રોજ શલભ સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ ઘોષણાની સાથે કામ્યાએ તેનો અને શલભનો રોમેન્ટિક ફોટો પણ શેર કર્યો છે, જેને તેના ચાહકો ખૂબ પસંદ કરે છે. કામ્યા આ લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તે કહે છે કે તે તેના લગ્નમાં ખૂબ નાચવા માંગે છે.
કામ્યાના આ બીજા લગ્ન હશે. પહેલા લગ્ન બિઝનેશમેન બંટી નેગી સાથે વર્ષ 2003માં થયા હતા. પરંતુ આ લગ્ન વધારે ન ટક્યા અને 2013માં બંને અલગ થઈ ગયા હતા. કામ્યાના પહેલાથી જ બે બાળકો છે.
જ્યારે કામ્યા સાથે પ્રીવેડિંગ ફંક્શન અંગે વાત કરવામાં આવી તો તેણે જણાવ્યું કે હલ્દી અને સંગીત 9 ફેબ્રુઆરીએ હશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે લગ્ન ગુરુદ્વારામાં થશે અને 11 ફેબ્રુઆરીએ ગ્રાન્ડ પાર્ટી આપશે.
બોમ્બે ટાઇમ્સ સાથે વાત કરતા કામ્યાએ કહ્યું કે, 'ઇમાનદારીથી કહું તો એકદમથી જ લગ્નની તારીખ આવી છે. હું થોડી વાધારે આ ફિલિંગને એન્જોય કરવા માંગુ છું. જોકે, અમારો પરિવાર શલભ અને હું વધારે લાંબા સમય સુધી રાહ જોવા માંગતા નથી. દિલ્હીમાં રિસેપ્શન પછી અમે હનિમૂન માટે જઈશું. જ્યાં હું બિકીની પહેરીશ.'