છેડતીના આરોપમાં ‘TVF’ના સીઈઓ અને સ્થાપક અરૂણાભ કુમાર વિરૂદ્ધ પોલીસ કેસ
બ્લોગ પોસ્ટ વાઈરલ થતાં પોતાના પર લાગેલા આરોપોને નકારતા અરૂણાભે મુંબઈના એક અખબારને જણાવ્યું કે અરોપ લગાડનારી કર્મચારીએ તેની વિરૂદ્ધ પોલીસ કેસ કરવો જોઈએ જેથી મામલાની નિષ્પક્ષ કાનૂની કાર્યવાહી થઈ શકે. હવે પોલીસ ફરિયાદ થતાં હવે અરૂણાભની ધરપકડ પણ થઈ શકે છે.
મુંબઈ: ઓનલાઈન એંટરટેઈન્મેંટ ચેનલ ધ વાઈરલ ફીવર એટલે કે TVFના સીઈઓ અને સ્થાપક અરૂણાભ કુમાર પર યૌન શોષણનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. બુધવારે રાત્રે મુંબઈની એમઆઈડીસી ચોકીમાં એક યુવતીએ અરૂણાભ વિરૂદ્ધ કેસ કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ 2016માં જ્યારે યુવતી ટીવીએફની ઓફિસમાં ઈંટરવ્યૂ આપવા પહોંચી હતી. અને તેનો આરોપ છે કે અરૂણાભ ત્યારથી તેની સાથે અશ્લીલ હરકતો કરતો હતો. પોલીસે ધારા 354(A), 509 અંતર્ગત કેસ નોઁધ્યો છે અને કાર્યવાહી શરૂ કરી છે.
થોડા સમય પહેલા ટીવીએફ ચેનલની એક પૂર્વ કર્મચારીએ બ્લોગ પોસ્ટ કરીને અરૂણાભ પર આરોપ લગાવ્યા હતા કે અરૂણાભે તચેની સાથે અઢી વર્ષના કાર્યકાળમાં ઘણી વાર છેડતી કરી હતી. તેમજ અલગ-અલગ સમયે તેની સાથે કેવી અશ્લીલ હરકતો કરી હતી તેનો ઉલ્લેખ કર્યો હતો. આ બ્લોગ વાઈરલ થતાં અન્ય યુવતીઓ કે જેણે અરૂણાભ સાથે કોઈ સમયે કામ કર્યુ હતું તેમણે પોતાના અનુભવો વ્યક્ત કરીને ખુલાસા કર્યા હતા કે તેમની સાથે પણ આવું થાય છે.