GST બાદ આ રીતે બદલાઈ જશે તમારું જીવન, જાણો શું થશે સસ્તું અને શું મોઘું
તમ્બાકુ પર હાલની એક્સાઈઝ ડ્યૂટીની તુલનામાં જીએસટીના દર વધારે હશે જેથી સિગારેટની કિંમત વધશે. હાલના 14 ટકા સર્વિસ ટેક્સ જીએસટી બાદ વધી જશે જેથી મોબાઇલ ફોનથી વાત કરવાની મોંઘી થઈ શકે છે. ટેક્સટાઈલ અને બ્રાન્ડેડ જ્વેલરી પણ મોંઘી થઈ શકે છે. રેસ્ટ્રોરાંમાં ખાવા સહિત મોટાભાગની સેવા મોંઘી પડી શકે છે. રેલવે, બસ અને હવાઈ યાત્રા પણ મોંઘા થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકહેવાય છે કે, મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પર ટેક્સનો ખર્ચ ઓછો આવશે. સાથે જ, રેક રાજ્ય પોતાનો એન્ટરટેનમેન્ટ ટેક્સ લગાવે છે. માટે હવે મૂવી જોવાનું પણ સસ્તું થઈ જશે. નાની કાર, એસયૂવી, બાઈક, પેન્ટ અને સીમેન્ટ, મૂવી ટિકિટ, વીજળીનો સામાન (પંખા, બલ્બ, વોટર હીટર, એક કૂલર), રોજીંદી જરૂરિયાતની વસ્તુઓ, રેડીમેડ કપડા સસ્તા થઈ જશે.
ટેક્સ પાલન ઝડપી અને સરળ થઈ જશે. તેના પર ખર્ચ પણ ઓછો આવશે. કેટલાક ટેક્સમાં છૂટ અને કેટલાક સંપૂર્ણ ખત્મ થવાને કારણે ટેક્સ કલેક્શનનો વ્યાપ વધસે અને સરકારી ખજાનામાં આવક વધશે. ગરીબ રાજ્યને વધારે આવક થશે.
સમગ્ર દેશ એક જ બજાર થઈ જસે જ્યાં તમામ રાજ્યોની વચ્ચે સામાનનું વહન થઈ શકશે. તેનાથી કંપનીઓ પર ટેક્સ ભાર ઓછો થઈ જશે. જેથી સમગ્ર દેશમાં સામાનની કિંમત એક જેવી થઈ જશે.
ટેક્સ ઓન ટેક્સ ખત્મ થશે. જીએસટીમાં ઓછામાં ઓછા 11 સેન્ટ્રલ અને સ્ટેટ ટેક્સ સમાઈ જશે. સામાન્ય વ્યક્તિને પણ સરળતાથી ટેક્સનું ગણિત સમજાશે. કેટલાક પરોક્ષ ટેક્સ વધશે જ્યારે મોટાભાગના ટેક્સમાં ઘટાડો થસે. તેમાં સામાન્ય વ્યકિતના ખિસ્સા પર ભાર હળવો થશે, કારણ કે કંપનીઓનો મેન્યુફેક્ચરિંગ ખર્ચ ઘટી જશે.
નવી દિલ્હીઃ લોકસભામાં બુધવારે જીએસટી બિલ, એકીકૃત જીએસટી બિલ, વળતર જીએસટી બિલ અને રાજ્ય જીએસટી બિલ 2017 પાસ કરવામાં આવ્યા છે. લોકસભામાં આ કલાકની મેરેથોન ચર્ચા બાદ ચારેય જીએસટી બીલને મંજૂરી આપવામાં આવી. સરકાર એક જુલાઈથી જીએસટી લાગુ કરવાનો ટાર્ગેટ રાખે છે. આઝાદી બાદનો આ સૌથી મોટો આર્થિક સુધારો ગણાતા જીએસટીનો ઉદ્દેશ સમગ્ર દેશમાં વસ્તુ અને સેવા પર એક જ કર રાખવાનો છે. આગળ વાંચો જીએસટીને કારણે શું સસ્તું થશે અને શું મોંઘું થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -