મુંબઈ: એક્ટ્રેસ ટ્વિંકલ ખન્ના અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા બાદ છેલ્લા લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રથી દૂર છે, પરંતુ સોશિયલ મીડિયા પણ ઘણી એક્ટિવ રહે છે અને તેના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેનો એક વીડિયો સામે આવ્યો છે. જેના કારણે તે ફરી ચર્ચા છે. વીડિયોમાં ટ્વિંકલ કાગળથી મોં છુપાવતી નજર આવી રહી છે.

ટ્વિંકલ ખન્નાએ ખુદ વીડિયોને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘આ એ વસ્તુ છે જે આપણે ત્યારે કરીશું જ્યારે આપણી પાસે માસ્ક ખતમ થઈ જશે. હું શા માટે આમ કરી રહી છું ? હું એક નવા પ્રોજેક્ટ માટે યૂનિબ્રો તૈયાર કરી રહી છું. મોટા ખુલાસા માટે તૈયાર રહો.’

ટ્વિંકલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો અનુમાન લગાવી રહ્યાં છે કે ટ્વિંકલ લાંબા સમય બાદ ફિલ્મોમાં વાપસી કરવાની તૈયારી કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ટ્વિંકલ ખન્ના છેલ્લી વખત 2010માં અક્ષય અને કેટરીનાની ફિલ્મ તીસ માર ખાંમાં નજર આવી હતી. તે આ ફિલ્મની કો-પ્રોડ્યૂસર હતી. તેના બાદ તેણે 2018માં અક્ષયની ફિલ્મ પેડમેન પણ પ્રોડ્યૂસ કરી હતી.