આ હોટ અક્ટ્રેસે કહ્યું, ‘અચ્છે દિન’ના નામે દરરોજ ભારતીયો મૂર્ખ દિવસ મનાવે છે
આ લેખ ટ્વિંકલ ખન્નાએ લખ્યો છે. ટ્વિંકલે અચ્છે દિન પર કટાક્ષ કરતા લખ્યું ‘અચ્છે દિન’ના નામે દરરોજ ભારતીયો મૂર્ખ દિવસ મનાવે છે. અભિનેત્રીની આ પોસ્ટ પર ઘણા યૂઝર્સે પોતાની પ્રતિક્રીયાઓ આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: બોલીવુડની અભિનેત્રી ટ્વિંકલ ખન્ના પોતાના નિવેદનોના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું, આપણે એપ્રિલ ફૂલ દરરોજ ઉજવીએ છીએ. આ સાથે જ ટ્વિંકલે સોશયલ મીડિયા પર અચ્છે દિન પર લેખ પણ શેર કર્યો.
બીજા એક યૂઝર્સે લખ્યું, આ બંને પતિ-પત્નીનું સારૂ છે, એક લેફ્ટ વાળાને ખુશ રાખે છે અને એક રાઈટ. આ બંનેની દુકાન નક્કી ચાલશે.
ટ્વિટર પર ટ્વિંકલની પોસ્ટ બાદ યૂઝર્સે તેમને ટ્વિટ કર્યું. એક યૂઝર્સે લખ્યું, આ સારી વાત છે, પરંતુ હું અચ્છે દિનના વિચાર પર તમારી સાથે સહમતિ નથી રાખતી. સચ્ચાઈ એ પણ છે કે ભાજપ, કૉંગ્રેસના તમામ કૌભાંડોને ઉજાગર કરી રહ્યું છે, બીજા એક યૂઝર્સે લખ્યું, હું જાણવા માંગુ છું કે મોદી સરકાર પોતાની પાર્ટીના ગોટાળાઓ ક્યારે ઉજાગર કરશે?
- - - - - - - - - Advertisement - - - - - - - - -