સંયુક્ત રાષ્ટ્ર: એભિનેત્રી પ્રિયંકા ચોપરાને યુનિસેફ ગુડવિલ એમ્બેસેડરના પદેથી હટાવવાની પાકિસ્તાનની માંગ પર સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટીફેન ડુજારિકાએ કહ્યું કે પ્રિયંકાને પોતાના સંબંધિત મુદ્દા પર બોલવાનો અધિકાર છે.

ડુજારિકનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે એક દિવસ પહેલા જ પાકિસ્તાનની માનવાધિકાર મંત્રી શીરીન મજારીએ કહ્યું હતું કે કાશ્મીર પર ભારત સરકરાની નીતિયોનું સમર્થન કરનારી પ્રિયંકા ચોપડાને યુનિસેફ ગુડવિલ એમ્બેસેડરના પદેથી હટાવવી જોઈએ. શિરીને પોતાના પત્રમાં પ્રિયંકા પર યુદ્ધને પ્રોત્સાહન આપતું ટ્વીટ કરવા અને ભારતની સેનાઓની કાર્યવાહીની પ્રશંસા કરવાનો આરોપ લગાવ્યો હતો.


સ્ટીફન ડુજારિકે કહ્યું કે, 'જ્યારે યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર્સ પોતાની વ્યક્તિગત ક્ષમતામાં બોલે છે, તો તે એ મુદ્દાઓ વિશે પોતાની વાત રાખવાનો અધિકાર ધરાવે છે જે તેમની રુચિ અને ચિંતા સાથે જોડાયેલા હોય છે. તેમના અંગત વિચાર અને એક્શન યુનિસેફને પ્રભાવિત નથી કરતા.

જાંબાઝ પાયલટ અભિનંદન પર બનશે ફિલ્મ, કોણ હશે એક્ટર?, જાણો વિગતે

અભિનેત્રી સ્વરા ભાસ્કર હવે આ પત્રકારને કરે છે ડેટ? નામ જાણીને આંચકો લાગશે

બોલિવૂડની કઈ અભિનેત્રીની કારનો સર્જાયો અકસ્માત? નામ જાણીને ચોંકી જશો