
સુત્રો પ્રમાણે, હવે આ મામલે કોર્યવાહી કરતાં મુરાદાબાદ પોલીસ ગુરૂવારે સોનાક્ષી સિંહાના ઘરે તેનું નિવેદન લેવા પહોંચી હતી. પરંતુ અભિનેત્રી ઘરે ઉપસ્થિત નહોતી. કારણ કે એક્ટ્રેસ જુહૂમાં રહે છે જેના કારણે મુરાદાબાદ પોલીસે જુહૂ પોલીસની મદદ લીધી હતી. પોલીસ હજુ પણ સોનાક્ષીના નિવેદનની રાહ જોઈ રહી છે. આ માટે તેઓ શુક્રવારે પણ તેના ઘર જઈ શકે છે.
મહત્વની વાત એ છે કે, આ મામલે સોનાક્ષીના મેનેજમેન્ટનું કહેવું છે કે એક્ટ્રેસ વિરૂદ્ધ લગાવાયેલા બધાં આરોપો તદ્દન ખોટાં છે. આ બધું તેની છબી ખરાબ કરવા માટે કરવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, સોનાક્ષી સિંહા આ સમયે સલમાન સાથે ‘દબંગ 3’નું શૂટિંગ કરી રહી છે. ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થવાની છે. આ ઉપરાંત સોનાક્ષીની ફિલ્મ ‘ખાનદાની શફાખાના’ 2 ઓગસ્ટ 2019 અને ‘મિશન મંગળ’ 15 ઓગસ્ટ 2019એ રિલીઝ થવાની છે.