બર્મિંગહામઃ ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે પરાજય થયો હતો. આ સાથે ઈંગ્લેન્ડ 27 વર્ષ બાદ ચોથી વાર વર્લ્ડ કપની ફાઈનલ રમશે. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પહેલી વાર સેમીફાઈનલમાં હાર્યું છે.

224 રનનો પીછો કરતાં ઈંગ્લેન્ડે 32.1 ઓવરમાં 8 વિકેટ બચાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ઈંગ્લેન્ડ 14મી જુલાઈએ લોર્ડ્સ ખાતે ન્યુઝીલેન્ડ સામે પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બનવા મેદાનમાં ઉતરશે. ભારતને હરાવીને ન્યુઝીલેન્ડ સતત બીજી વાર ફાઈનલમાં પહોંચ્યું છે. રવિવારે ક્રિકેટને નવું વર્લ્ડ ચેમ્પિયન મળશે તે નક્કી છે.

1992 બાદ પ્રથમવાર ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી છે. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ અત્યાર સુધી એક પણ વખત વર્લ્ડકપ જીત્યું નથી.