કપિલના સાથી એક્ટ્રેસનું છ વર્ષ બાદ પતિ સાથે થયું સમાધાન અને રહેશે સાથે, જાણો વિગત
પોલીસે ટેક્સી ડ્રાઇવરની અટકાયત કરી હતી. જોકે, વાત આગળ વધતી જોઈને ડ્રાઇવરે લેખિતમાં માફી માંગી લીધી હતી. બાદમાં ઉપાસનાએ પોતાની ફરિયાદ પરત ખેંચી લીધી હતી. ઉપાસના સોમવારે 1 વાગ્યે મોહાલી એરપોર્ટથી ફ્લાઇટ પકડીને મુંબઈ પરત ફરી હતી.
કોઈ અઘટિત ઘટના ઘટવાનું જાણીને ઉપાસનાએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને ફરિયાદ કરી હતી. પોલીસે આ કેસમાં કાર્યવાહી કરતા ડ્રાઇવરની અટકાયત કરી હતી. ટેક્સી ચાલકની હરકતને જોઈને ઉપાસનાએ ફોન કરીને આ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરી હતી. ફોન કોલ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અભિનેત્રીને હોટલ પહોંચાડી હતી.
પ્રસિદ્ધ કોમેડિયન તેમજ અભિનેત્રી ઉપાસના બુરી ખૂબ જ ડરી ગઈ છે. તેમના ડરનું કારણ એક ટેક્સી ડ્રાઇવર છે. ઉપાસના જ્યારે મોડી રાત્રે શૂટિંગ ખતમ કરીને હોટલ પરત ફરી રહી હતી ત્યારે તેના ડ્રાઇવરે અચાનક હોટલ જવાને બદલે રસ્તો બદલી દીધો હતો અને કોઇ વેરાન જગ્યા પર ગાડી રોકી દીધી હતી.
થોડા સમય પહેલા ઉપાસના અને પતિ ગંગટોક ખાતે વેકેશન માણવા પણ ગયા હતાં. નિરજ પોતે અભિનેતા છે અને ‘સાથ નિભાના સાથીયા’માં પણ કામ કર્યુ હતું. 2009માં બંનેએ લગ્ન કર્યા હતાં.
2016માં તો બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય પણ કરી લીધો હતો અને આ માટેની અરજી પણ દાખલ કરી દીધી હતી. જોકે હવે બંનેએ સમજી વીચારીને ફરીથી એક થવાનું નક્કી કરી સમાધાન કરી લીધું છે.
છેલ્લા છ વર્ષથી તે દર્દ છુપાવીને સૌને ખડખડાટ હસાવતી હતી. તેને પતિ નિરજ ભારદ્વાજ સાથે ઝઘડો થતાં બંને છ વર્ષથી અલગ રહેતાં હતાં.
મુંબઈ: ટીવી પડદે કપિલ શર્માના શોમાં કપિલની ફઇ બનીને દર્શકોમાં જાણીતી બનેલી ઉપાસનાસિંહ ટીવી પડદે ભલે દર્શકોને ખુબ હસાવતી હોઈ પણ અંગત જીંદગીમાં તે ખુબ જ દુઃખી હતી.