IPL, RCB vs KXIP: અશ્વિન બ્રિગેડ ટકરાશે આજે વિરાટ સેના સામે, જાણો ક્યાં-કઇ રીતે જોઇ શકશો મેચ
મેચની જગ્યાઃ- મેચ બેંગ્લોરના એન ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે,
લાઇવ સ્ટ્રીમિંગઃ- સીરિઝની બધી મેચોનું હૉટસ્ટાર પર ઓનલાઇન સ્ટ્રીમિંગ થશે.
લાઇવ ટેલિકાસ્ટઃ- બધી મેચોનું સીધુ પ્રસારણ સ્ટાર નેટવર્કની સ્પોર્ટ્સ ચેનલ પર થઇ રહ્યું છે.
બીજીબાજુ, પોતાની પહેલી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સને છ વિકેટે હરાવી ચૂકેલી પંજાબની ટીમ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ ચાલુ રાખવા પ્રયાસ કરશે. અહીં અમે તમને આજની પંજાબ અને બેંગ્લોર વચ્ચેની મેચ ક્યાં રમાશે અને કઇ રીતે જોઇ શકાશે તેના વિશે માહિતી આપી રહ્યાં છીએ.
મેચનો સમયઃ- પંજાબ અને બેંગ્લોર વચ્ચેની મેચ રાત્રે 8 વાગે શરૂ થશે.
નવી દિલ્હીઃ આજે આઇપીએલમાં આઠમી મેચ રમાશે. પહેલી મેચમાં હાર બાદ રૉયલ ચેલેન્જર્સ બેંગલોર ઇન્ડિયન પ્રીમયર લીગની મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ વિરુધ્ધ આજે મેદાનમાં ઉતરશે, આજની મેચમાં આરસીબી જીતીને પોતાની રિધમ પાછી મેળવવા પ્રયત્ન કરશે, આ પહેલાની મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે તેને માત આપી હતી. તો સામે પંજાબ પણ આજની મેચ જીતીને પૉઇન્ટ ટેબલમાં પોતાનું સ્થાન ઉપર કરવા પ્રયત્ન કરશે.