Liger Box Office Collection Day 1: વિજય દેવરકોન્ડા (Vijay Deverakonda)ની મૉસ્ટ અવેટેડ ફિલ્મ લાઇગર (Liger) સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મનો ફેન્સ બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં હતા. લાઇગરમાં વિજય દેવરકોન્ડાની સાથે અનન્યા પાંડે (Ananya Panday) લીડ રૉલમાં દેખાઇ રહી છે. આ પેન ઇન્ડિયા ફિલ્મે પહેલા જ દિવસે બૉલીવુડ સ્ટાર્સને આમિર-અક્ષયને પાછળ છોડી દીધા છે. લાઇગરનુ પહેલા દિવસનુ બૉક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યુ છે, જેને જોઇને દરેક કોઇ ચોંકી ગયા છે. પહેલા જ દિવસે વિજયે આમિર ખાન અને અક્ષય કુમારને પછાડી દીધા છે. લાઇગર એક અઠવાડિયામાં જ એક ફિલ્મનો રેકોર્ડ તોડવામાં સફળ સાબિત થઇ શકે છે.
વિજય દેવરકોન્ડા અને અનન્યા પાંડેની ફિલ્મ લાઇગરને મિક્સ રિવ્યૂ મળ્યા છે. કેટલાક લોકો આને બેકાર ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો આને બેસ્ટ બતાવી રહ્યાં છે. આ ફિલ્મમાં વિજય દેવરકોન્ડા, અને અનન્યા પાંડેની સાથે રોનિત રૉય, રામ્યા કૃષ્ણન અને માઇક ટાયસન મુખ્ય રૉલમાં છે.
પહેલા દિવસે કર્યો આટલો બિઝનેસ -
કોઇકોઇ ડૉટ કૉમના રિપોર્ટ અનુસાર લાઇગરે પહેલા દિવસે ધમાકેદાર કમાણી કરી છે, ફિલ્મએ પહેલા જ દિવસે લગભગ 21-23 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મ 2500 સ્ક્રીન્સ પર રિલીઝ થઇ હતી. ફિલ્મથી પહેલા દિવસે 27-29 કરોડનો બિઝનેસ કરવાની આશા રાખવામાં આવી હતી. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મના તેલુગુ વર્ઝને શાનદાર કમાણી કરી છે, વળી હિન્દી વર્ઝનમાં કંઇક ખાસ કમાલ નથી કરી શકી.
લાઇગર ફિલ્મની વાત કરીએ તો પુરી જગન્નાથના ડાયરેક્શનમાં બનેલી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે, ફિલ્મમાં વિજય એક બૉક્સરના રૉલમાં દેખાય છે જેને બૉલવામાં તકલીફ થાય છે. વળી, અનન્યા પાંડેએ તેની લવ ઇન્ટરેસ્ટની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મ કરણ જોહરના પ્રૉડક્શન હાઉસ ધર્મા હેઠળ બની છે.
આ પણ વાંચો........
Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ
Post Office Policy: માત્ર 299 રૂપિયામાં મળશે 10 લાખ રૂપિયાનું વીમા કવર, જાણો શું છે સ્કીમ
Edible Oil: સિંગતેલના ભાવમાં ભડકો, પ્રથમવાર ડબ્બો 3000 રૂપિયાને પાર, જાણો ખાદ્યતેલમાં કેમ આવી તેજી
Liver Damage Symptoms :જો શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજી લો કે, આપનું લિવર થઇ ગયું છે સંપૂર્ણ ડેમેજ
Asia Cup 2022: પાકિસ્તાન મુસ્કેલીમાં, ભારત સામેની મેચ પહેલા વધુ એક ખતરનાક બૉલર થયો ઇજાગ્રસ્ત, જાણો