પાકિસ્તાની કલાકારોની ‘નમકહરામી’, ઉરી હુમલાની ટીકા કરવાનું કહેતા શું કર્યું
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચંદ્રાએ કહ્યું કે, ઝી પોતાના રિયાલીટી શોમાં ક્યારેય પાકિસ્તાની સ્પર્ધકોને આમંત્રિત કરશે નહીં. અમારા સિગિંગ રીયાલિટી શોમાં પાકિસ્તાની ગાયકો આવે છે, જીતે પણ છે અને જજ પણ બને છે. પરંતુ હવે જ્યાં સુધી પાકિસ્તાન અને ભારત વચ્ચેનો તણાવ ખત્મ નહીં થાય ત્યાં સુધી અમે તેમને બોલાવીશું નહીં. અમે તમામ રીતે પ્રયાસો કર્યા પરંતુ તમારે પણ અમારા લોકોની લાગણીની કદર કરવી પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વાત પરથી ખ્યાલ આવે છે કે આ પાકિસ્તાની કલાકારો જેનું ખાય છે તેનું જ ખોદી રહ્યા છે. ભારતમાં રહીને ભારત પ્રત્યે માન ન ધરાવતા આ પાકિસ્તાની કલાકારોને શું અહીં રહેવાનો અધિકાર છે. તેઓ અહીં આવી કરોડોની કમાણી કરે છે પણ આતંકી હુમલાની નિંદા કરવાનું કહેવામાં આવે તો તેમની બોલતી બંધ થઇ જાય છે.
રાજ ઠાકરેની પાર્ટીની ધમકીના પગલે બોલિવૂડ બે ભાગમાં વહેચાઇ ગયું છે અને ઘણા ભારતીય કલાકારો પાકિસ્તાની કલાકારોની દલાલી કરી રહ્યા છે ત્યારે સુભાષ ચંદ્રનો આ દાવો પાકિસ્તાનીઓની અસલિયતને છતો કરનારો છે. સુભાષ ચંદ્રે એમ પણ કહ્યું કે ભારતમાં કામ કરતા નવમાંથી છ કલાકારો તો અમારા કારણે જાણીતા થયા છે.
સુભાષ ચંદ્રે ફવાદ ખાન, માહિરા ખાન, અલી ઝફર અને શફાકત અમાનત અલીને ફોન કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘ઇન સબકો હમને ફોન કિયા, સબકો હમને રિક્વેસ્ટ કી આપ કુચ મત કરીયે, બસ યહીં કહીયે કી જો ટેરરિસ્ટ એટેક રાત કો સુયે હુયે લોગોં પર કિયા ગયા હૈ, વી કંડેમ ધેટ, એટલું જ નહીં અમે તેમને ટીકા કરતા સમયે પાકિસ્તાનનું નામ પણ નહીં લેવાનું કહ્યુ હતું પરંતુ તેમાંથી એક પણ પાકિસ્તાની કલાકાર તે અંગે વાત કરવા માટે રાજી થયો નહીં.
સુભાષ ચંદ્રે ઝી ગ્રુપની ચેનલ ઝીંદગી પરથી પાકિસ્તાની સીરિયલો બંધ કરી દીધી છે. આ માટે તેમણે જે કારણ આપ્યું છે તે આપણી આંખો ઉઘાડનારૂં છે. સુભાષચંદ્રે જણાવ્યું કે તેમણે પાકિસ્તાની કલાકારોને ફોન કરીને ઉરી હુમલાની ટીકા કરવા જ કહ્યું હતું પણ એ માટે પણ તે તૈયાર નહોતા.
મુંબઇઃ ઉરી હુમલા બાદ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પાકિસ્તાની આર્ટિસ્ટ્સને ભારત છોડવાની ધમકી આપી હતી જેને લઇને વિવાદ પેદા થયો છે ત્યારે ઝી ન્યુઝના ચેરમેન અને રાજ્યસભાના સભ્ય સુભાષ ચંદ્રે પાકિસ્તાની કલાકારોની હલકી માનસિકતાને છતી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -