છવાઇ ગઇ વિક્કી કૌશલની 'ઉરી', 3 દિવસમાં કરી છપ્પર ફાડ કમાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Jan 2019 08:11 AM (IST)
1
ફિલ્મની કમાણી દિવસે અને દિવસે વધતી જઇ રહી છે. સાથે જ ફિલ્મની આખી ટીમનાં વખાણ પણ થઇ રહ્યાં છે. ક્રિટિક્સથી માંડીને જનતા પણ તેનાં વખાણ કરી રહી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને આ ફિલ્મની કમાણીનાં આંકડા શેર કર્યા છે.
2
આ સાથે જ ફિલ્મે ત્રણ દિવસે અંદર જ 34.73 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. જ્યારે ફિલ્મનું કુલ બજેટ 25 કરોડ રૂપિયા હતું. ફિલ્મે ત્રીજા દિવસે અંદાજે 15 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આવનારા દિવસોમાં કલેક્શન વધી શકે છે.
3
નવી દિલ્હીઃ વિક્કી કૌશલ અને યામી ગૌતમ સ્ટારર ફિલ્મ ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક) (URI: The Surgical Strikes)નું પ્રતમ વીકેન્ડ ખૂબ જ શાનદાર રહ્યું છે. ફિલ્મમાં કોઈ મોટા સ્ટારનું નામ ન હતું. તેમ છતાં ફિલ્મે પ્રથમ સપ્તાહમાં પોતાનું બજેટ જેટલી કમાણી કરી લીધી છે હવે આ ફિલ્મ નફો કમાવાની તૈયારીમાં છે.