ક્લબના સૂત્ર અનુસાર, ઉર્વશી રૌતેલા શોટ તેના વ્યક્તિત્વથી પ્રેરિત છે. ક્લબનું માનવું છે કે, આ લોકોનું ધ્યાન ખેંચવામાં મદદ કરશે અને બધાને અહીં આવવા માટેનું તે કારણ બનશે. આ ગોવામાં જે પ્રકારનું વાતાવરણ છે તે પ્રમાણે આ બિલકુલ ફીટ બેસે છે.
પોતાના નામ પર શૉટનું નામ રાખવા પર ઉર્વશીએ જણાવ્યું કે, મારા નામે ડ્રિંકનું અનાવરણ કરવું ક્લબ તરફથી કરવામાં આવેલી એક સારી શરૂઆત છે. આ મને તેના વિશે સારી ફિલિંગ્સ આપે છે. આશા છે કે ક્લબના માલિકે આ માટે જેવી ફીડબેકની આશા રાખી છે તેવું તેને મળે.
આવનારા સમયમાં ઉર્વશી, અનીસ બઝમીની મલ્ટીસ્ટારર કોમેડી ફિલ્મ પાગલપંતીમાં નજરે આવશે. ઉર્વશીનું કહેવું છે કે આ તેના અંગત જીવનમાં સૌથી ઉમદા સમય છે કારણ કે આખરે તેને બોલીવુડમાં અલગ-અલગ સ્ટોરીઝ અને યોજનાઓનો હિસ્સો બનવાની તક મળી રહી છે.