ઉર્વશીએ ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રીનશૉટ શેર કરતા લખ્યું છે કે, ‘હું અપીલ કરું છું કે આ વિડીયો માટે જવાબદાર મીડિયા ચેનલ્સ પ્લીઝ યૂટ્યૂબ પર આવા વિડીયો અપલૉડ ના કરો. મારી એક ફેમિલી છે, જેમને જવાબ આપવાનો હોય છે અને આ મારા માટે સમસ્યા ઉભી કરે છે.”
આ પહેલા એવા સમાચાર હતા કે ઉર્વશીએ હાર્દિક પંડ્યાને વર્લ્ડ કપ માટેનાં પાસ અરેન્જ કરવા કહ્યું હતુ, પરંતુ હાર્દિકે ઉર્વશીને અટેન્શન આપ્યું નહોતુ. આ કારણે ઉર્વશી રૌતેલા વર્લ્ડ કપ જોઇ શકી નહોતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર હાર્દિક પંડ્યાની રિલેશનશિપનાં સમાચારો આવ્યા હતા, પરંતુ આ વિશે ઉર્વશીએ હંમેશા ના કહી છે.