નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ હાલમાં બોની કપૂર સાથે પોતાનો વીડિયો વાયરલ થયા બાદ પ્રતિક્રિયા આપી છે. જણાવીએ કે, એક પાર્ટી દરમિયાન ઉર્વશી રૌતેલા અને બોની કપૂર સાથે જોવા મળ્યા હતા. જ્યાં બોની કપૂરનો એક હાથ ઉર્વશીની કમર પર જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરી બોની કપૂરને ટ્રોલ કરવામાં આવ્યા હતા. જોકે હવે ફરી એક વખત એક્ટ્રેસે આ વીડિયોને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે.


તાજેતરમાં તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ‘હું એક તમિલ મૂવીમાં કામ કરવાની હતી જે તેઓ સુપરસ્ટાર અજીત સાથે બનાવી રહ્યાં હતા. હું ડેટ્સને કારણે મૂવી ન કરી શકી પણ એનો મતલબ એ નથી કે, હું તેમની સાથે કોઈ રિલેશન ન રાખી શકું. તે વિડીયો એક જ રાતમાં વાયરલ થઈ ગયો હતો, તેમાં જેવું દેખાઈ રહ્યું હતું, તેવું કંઈ જ નહોતું.’


તેણે આગળ કહ્યું, હું એક વેડિંગ પાર્ટીમાં એન્ટ્રી જ કરી હતી અને તે પણ ત્યાં હાજર હતા. જે લોકોના લગ્ન હતા તે પણ હતા. અમે બધા એકસાથે તસવીર ખેંચાવી રહ્યાં હતા. મને ફોટોગ્રાફર્સના એંગલની જાણ નહોતી કે તે કેવી રીતે અમારી તસવીર લઈ રહ્યાં છે. આ જ કારણ હતું કે, વિડીયોમાં એવું દેખાઈ રહ્યું હતું. આ રાતો-રાત બહુ મોટો મુદ્દો બની ગયો. વિડીયો વાયરલ થયા બાદ 7 સુધી મારો ફોન વાગતો જ રહ્યો.’