ઉર્વશી હાલમાં જ રિલીઝ થયેલી ‘પાગલપંતી’ ફિલ્મમાં નજર આવી હતી. મિસ ઈન્ડિયા જીતી ચૂકેલી ઉર્વશીએ 25 વર્ષની ઉંમરે સની દેઓલ સાથે ‘સિંહ સાહબ ધ ગ્રેટ’થી બોલિવૂડના ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે સનમ રે, ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, હેટ સ્ટોરી 4 ફિલ્મમાં નજર આવી ચૂકી છે.
ઉર્વશીએ હાલમાં જે લેટેસ્ટ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. જેમાં તે જમીન પર ઉંઘીને બેલી ડાન્સ કરતી નજર આવી હતી. જે સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો.