નવી દિલ્હી: હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા કરોડો યુઝર્સે પોતાનું વેરિફિકેશન કરાવવું પડી શકે છે. કેન્દ્ર સરકાર આ મામલે સસંદ સત્રમાં નવું બિલ લાવી શકે છે. આ બિલ પાસ થયા બાદ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિક ટોક જેવા એપનો ઉપયોગ કરવા માટે યુઝર્સે પહેલા વેરિફિકેશન કરાવવું પડશે.


ફેક ન્યૂઝને રોકવા માટે સરકાર આ બિલ લાવી શકે છે. ફેક ન્યૂઝને રોકવા માટે કંપનીઓએ પણ એક નવું મેકેનિઝમ તૈયાર કરવું પડશે. ટ્વિટરની જેમ આ વેરિફિકેશનને કંપનીઓએ પબ્લિકમાં દેખાડવું પડશે.

રૉયટર્સના અહેવાલ મુજબ યુઝર્સ પોતાની કેવાઈસી કરાવવું પડશે. તેના માટે તે પાન કાર્ડ, આધાર કાર્ડ, વોટર આઈડી કે પાસપોર્ટ જેવા સરકારી ડૉક્યુમેન્ટ આપી શકે છે. જેનાથી સોશિયલ મીડિયા પર ફેક અકાઉન્ટ હટાવવા અને તેની જાણકારી મેળવવામાં સરકારને મદદ મળશે. ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા સ્પેન્ડ અનુસાર ફેક ન્યૂઝના કારણે 2017-18માં 30 લોકોના મોત થયા હતા.

મોદી કેબિનેટનો મોટો નિર્ણય, પર્સનલ ડેટા ચોરવો અને વેચવો ગણાશે ગુનો

આ પહેલા કેન્દ્ર સરકારે સામાન્ય જનતાની પ્રાઇવેસીને લઇને મોટો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં 4 ડિસેમ્બરે કેન્દ્ર સરકારે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2019ને મંજૂરી આપી દીધી છે. હવે જો કોઇ કંપની, સાઇટ અથવા એપ તમારા ડેટાની ચોરી કરશે તો તેની પાસેથી ભારે દંડ વસૂલવામાં આવશે.