ઉર્વશીએ ટ્વીટ કરીને કહ્યું, કે, મારું ફેસબુક એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે, કૃપા કરીને કોઈ મેસેજ કે પોસ્ટનો જવાબ ન આપો, કારણ કે આ મારા કે મારી ટીમ દ્વારા કરવામાં નથી આવ્યું. જો કે, બાદમાં તેમનું ફેસબુક એકાઉન્ટ રિકવર કરવામાં આવ્યું હતું.
મુંબઈ પોલીસે ઉર્વશીને સૂચિત કરી હતી કે, આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર પોલીસ સેલમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ઘણી સક્રીય રહે છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા પ્લેટફોર્મ્સ પર તેના મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે.