આ એક્ટ્રેસને ટીવી કંપની 'સેક્સ'ને લગતા કેસમાં ચૂકવશે 70 કરોડ, જાણો કંપનીના બોસે એક્ટ્રેસ સાથે શું કરેલું ?
જણાવી દઇએે કે અમેરિકન એક્ટ્રેસ અને મોડલ એલિઝા ડુશ્કૂએ 3 મહિના પહેલા ઓગસ્ટમાં પીટર પલાન્ઝિયન સાથે લગ્ન કરી લીધા છે. આ બનન્ને ગત વર્ષે જૂનમાં સગાઇ કરી હતી.
નવી દિલ્હી: યૂએસ ટેલિવિઝન નેટવર્ક CBS એ એક્ટ્રેસ એલિઝા ડુષ્કૂને 9.5 મિલિયન ડોલર(70 કરોડ રૂપિયા) ચુકવવા પડ્યા છે. પ્રાઇમટાઇમ ડ્રામા “બુલ”ની એક્ટ્રેસે દોવો કર્યો છે કે શોના લીડ એક્ટર માઇકલે તેનું જાતિય શોષણ કર્યું હતું.
ન્યૂ યોર્ક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે એભિનેત્રી એલિઝાએ ફરિયાદ કરી હતી કે, શો દરમિયાન એક્ટર માઇકલ વેધરલીએ તેના શરીરને લઇને અશ્લીલ જોક્સ બનાવ્યા હતા. જો કે એક્ટરે આ વાતનો સ્વીકાર કર્યો કે તેણે એલિઝા પર જોક્સ બનાવ્યા હતા. પરંતુ તેણે આ વાતનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો કે તે આ પ્રકારના અશ્વીલ અને યૌનાચાર સંબંધિત હતા.
ઉલ્લેખનીય છે કે એલિઝાએ પ્રોડક્શન ટીમ સાથે વાત કરતા પહેલા એક્ટર સાથે આ મામલે વાત કરી હતી પરંતુ તેનામાં કોઈ બદલાવ આવ્યો નહોતો. બાદમાં તેણે ફરિયાદ કરી હતી.
આ મામલે સીબીએસ સામે કાનૂની કાર્યવાહી પૂરી થયા બાદ 37 વર્ષીય એલિઝા ડુસ્કૂને તેનો કરાર પૂરો થતા ચુકવણીની રકમ આપવામાં આવી.