ગુજરાતના ક્યા મોટા બિલ્ડરે બનાસકાંઠામાંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી ? જાણો વિગત
બનાસકાંઠા બેઠક માટે પાટણના સાંસદ લીલાધર વાઘેલા પણ દાવેદાર છે. વાઘેલા ઠાકોર સમાજના છે અને તેમનો વિસ્તાર બનાસકાંઠામાં આવે છે. 2014માં ભાજપના કહેવાથી તેમણે મતવિસ્તાર બદલ્યો હતો તેથી તેમણે વર્તમાન સાંસદ હરિભાઈ ચૌધરીને આ બેઠક પોતાના માટે ખાલી કરવા કહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રવિણ કોટક મૂળ ડીસાના છે અને અગાઉ પણ ભાજપ પાસે તેમણે ટિકીટ માગી હતી. તાજેતરમાં એક કાર્યક્રમામં ડીસામાં પ્રવિણ કોટકે જણાવ્યું કે, ભાજપ લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપી ચૂંટણી લડવા કહેશે તો પોતે બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી લડશે. કોટક દિયોદરમાં એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા.
હવે આ લોકસભાની ચૂંટણીમાં ઠાકોર અને ચૌધરી સમાજ વચ્ચે ટિકિટ મેળવવા ખેંચતાણ છે ત્યારે અન્ય સમાજને ટિકિટ આપવામાં આવે તેવી શકયતા છે. ભાજપ તેમને બનાસકાંઠા સીટ પરથી ચૂંટણી લડવા કહેશે તો તેઓ બનાસકાંઠાથી ચૂંટણી લડશે તેવો દાવો પ્રવિણ કોટકે કર્યો છે.
અમદાવાદઃ લોકસભાની બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી લડવા માટે ભાજપના બે સાંસદ લીલાધર વાઘેલા અને હરિભાઈ ચૌધરી વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતના અગ્રણી બિલ્ડર પ્રવિણ કોટકે બનાસકાંઠા બેઠક પરથી ભાજપની ટિકિટ પરથી લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યકત કરતાં રસપ્રદ વળાંક આવ્યો છે.
ગુજરાતના સૌથી મોટા બિલ્ડરો પૈકીના એક કોટક આંતરરાષ્ટ્રીય લોહાણા સમાજના પ્રમુખ છે. કોટકના જણાવ્યા મુજબ 1998માં તેમણે બનાસકાંઠાથી લોકસભાની ટિકિટની માંગણી કરી હતી. પરંતુ સામાજિક સમીકરણ ન બેસતાં ટિકિટ નહોતી આપી. મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે તેમને યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન બનાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -