આલિયાએ પ્રસ્તાવનાની તસવીર પોસ્ટ કરતાં લખ્યું હતું, ‘આપણે આ ત્યારથી ભણ્યા છીએ જ્યારે વિદ્યાર્થી હતા.’ તરત જ ટ્રોલર્સે તેને સોશિયલ મીડિયા પર તેની ભૂલ બતાવવાનું શરૂ કરી દીધું અને કહ્યું કે, તેણે જૂની પ્રિયેમ્બુલ preamble એટલે કે પ્રશ્તાવના શેર કરી છે. ભારતીય બંધારણની પ્રસ્તાવનાને 42મા સંશોધન સાથે બદલવામાં આવી હતી તેમાં સંપ્રભુ લોકતાંત્રિક ગણરાજ્ય sovereign democratic republic અને રાષ્ટ્રની એકતા unity of the nation જેવા શબ્દો બદલવામાં આવ્યા હતા. આ પહેલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ બદલતા સંપ્રભુ, સમાજવાદી ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક ગણરાજ્ય અને રાષ્ટ્રની એકતા અને અખંડતા જેવા વાક્યોને જોડ્યા હતા.
હવે લોકોએ આલિયાનો ઉધડો લેતા કહ્યું હતું કે આલિયા ગૂગલ પર સર્ચ કરીને જે પહેલું આવે એ પોસ્ટ કરી નાખે છે. ખરેખર એને ખબર જ નથી કે સાચું શું અને ખોટું શું. ખરેખર આલિયા ભટ્ટને વાસ્તવિક પ્રસ્તાવનાનો અર્થ જ ખબર નથી. તો બીજા એક યુઝરે લખ્યું કે, આલિયાનું સમર્થન બિલકુલ કોલેજના વિદ્યાર્થી જેવું છે કે જેને થિયરીની હાજરી તો મળી ગઈ પણ પ્રેક્ટિકલનું કોઈ જ નોલેજ નથી.