Uttar Pradesh : દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં સલમાન ખાનના ચાહકોની સંખ્યા લાખો કરોડોમાં છે. કેટલાક ચાહકો તેની એક ઝલક માટે આતુર છે તો કેટલાક તેની ફિલ્મોની આતુરતાથી રાહ જુએ છે. પરંતુ કેટલાક એવા પણ છે જે સલમાન ખાન જેવા દેખાવા માટે તમામ પ્રયાસો કરે છે. સલમાનની જેમ ડાન્સ કરે, એક્ટિંગ કરે અને બોડી પણ બનાવે. પરંતુ કદાચ આવું પહેલીવાર બન્યું હશે કે સલમાન ખાનના લુકલાઈકને જેલમાં જવું પડ્યું હોય.


લખનઉ પોલીસે અભિનેતા સલમાન ખાનની નકલ કરીને અલગ-અલગ પ્રકારની રીલ્સ બનાવનાર વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિનું નામ આઝમ અંસારી છે અને તે સલમાન ખાન જેવા દેખાવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. આઝમ અંસારી ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવે છે અને સલમાનના ગીતો અને તેના ડાયલોગ્સ પર કામ કરે છે. કેટલાક વીડિયોમાં ધાર્મિક સ્થળો પર રીલ બનાવતા પણ જોવા મળે છે.


પોલીસનો આરોપ છે કે આઝમ અંસારી સાર્વજનિક અને ધાર્મિક સ્થળો પર વાંધાજનક રીલ્સ બનાવતો હતો, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી છે. અંસારી રવિવારે ઘંટાઘર ખાતે રીલ બનાવી રહ્યો  હતા અને ડુપ્લિકેટ સલમાન ખાનને જોવા માટે રસ્તા પર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી, જેના કારણે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. બાદમાં કેટલાક લોકોની ફરિયાદના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આઝમ અંસારીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.


તમને જણાવી દઈએ કે આઝમના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 80 હજાર ફોલોઅર્સ છે. આ સિવાય યુટ્યુબ પર તેના 1.67 લાખ ફોલોઅર્સ છે. લખનૌ પોલીસે માહિતી આપી છે કે ઠાકુરગંજ પોલીસે જાહેર સ્થળે ધૂમ્રપાન કરવા બદલ આઝમને દંડ પણ ફટકાર્યો છે. ઠાકુરગંજ પોલીસે કલમ 151 હેઠળ આરોપી વિરુદ્ધ શાંતિ ભંગનો કેસ નોંધ્યો છે.


શર્ટ કાઢીને બનાવે છે વિડીયો 
આઝમ અંસારીના વીડિયો જોતા જાણવા મળ્યું છે કે સલમાન ખાન બનવાનો નશો તેના મગજમાં ઘુસી ગયો છે. મોટાભાગના વીડિયોમાં તે શર્ટલેસ દેખાય છે. તે ઘણીવાર શેરીઓમાં, રેલ્વે સ્ટેશનો પર, ધાર્મિક સ્થળોની બહાર તેમની રીલ બનાવે છે. જોકે ચાહકો તેના વીડિયોને ખૂબ પસંદ કરે છે અને હજારો લાઈક્સ અને કોમેન્ટ્સ કરે છે.