એક સપ્ટેમ્બરે વરુણ ધવને ટ્વિટ કરીને ફિલ્મના સેટને પ્લાસ્ટિક ફ્રી કરવાની વાત કરી હતી. આજે પીએમ મોદીએ તેના ટ્વિટને ક્વોટ કરીને ટીમની પ્રશંસા કરી. મોદીએ લખ્યું, એન્ટરટેઈનમેન્ટ જગતના લોકો પણ દેશને પ્લાસ્ટિક ફ્રી બનાવવામાં યોગદાન આપી રહ્યા છે તે જોઈને સારું લાગી રહ્યું છે.
ફિલ્મની પ્રોડ્યુસર દીપશિખા દેશમુખે કહ્યું, ‘કૂલી નં 1’માં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાનો એક નાનકડો પ્રયાસ છે અને અમને આશા છે ક પ્લાસ્ટિકથી થનારા પ્રદૂષણને હરાવવા માટે અન્યને પ્રેરણા આપશે. તેમણે આને શક્ય બનાવવા માટે ‘કૂલી નં 1’ની ટીમનો આભાર પણ માન્યો હતો.
આ ફિલ્મ ગોવિંદા અને કરિશ્મા કપૂરની વર્ષ 1995માં આવેલી સુપરહિટ ફિલ્મ કૂલી નંબર 1ની રિમેક છે. તેનું શૂટિંગ શરૂ થઈ ચુક્યું છે. આ ફિલ્મનું નિર્દેશન ડેવિડ ધવને કર્યું હતું. ફિલ્મમાં ગોવિંદાની સાથે કરિશ્મા કપૂર, કંચન, કાદર ખાન, શક્તિ કપૂર જેવા કલાકારો હતા.
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાએ જ અમદાવાદના રોડ રસ્તાની બિસ્માર હાલત પર ઉઠાવ્યા સવાલ, જાણો વિગતે
હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ તારીખથી ચોમાસુ ગુજરાતમાંથી લેશે વિદાય, જાણો વિગતે
‘ઢબુડી મા’ ધનજી ઓડ મોડી રાતે પેથાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયો, પોલીસે જવાબ લઈ જવા દીધો