નવી દિલ્હીઃ ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે ફરી એકવાર ઘર્ષણ થવાના સમાચાર સામે આવ્યા છે. માહિતી પ્રમાણે લદ્દાખમાં પેંન્ગોંગ તળાવની પાસે ભારતીય અને ચીની સૈનિકોમાં પેટ્રૉલિંગને લઇને ગઇકાલે ઘર્ષણ સર્જાયુ હતુ. જોકે, મોડી રાત્રે બન્ને દેશોના બ્રિગેડિયર સ્તરના અધિકારીઓની વાતચીત બાદ મામલો થાળે પડ્યો હતો.

માહિતી પ્રમાણે ઘટના બાદ બન્ને પક્ષોએ પોતાના વિસ્તારમાં સૈનિકોની સંખ્યા વધારી દીધી હતી.




નોંધનીય છે કે, વર્ષ 2017માં આ જ જગ્યાએ ભારતીય અને ચીની સૈનિકોમાં જબરદસ્ત મારામારી થઇ હતી. અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર પેટ્રૉલિંગ દરમિયાન ભારતીય જવાનોનો સામનો ચીનીની પીપલ્સ લિબ્રેશન આર્મીના સૈનિકો સાથે થયો હતો. આ દરમિયાન બન્ને દેશોના સૈનિકો વચ્ચે બોલાચાલી બાદ ધક્કામુક્કી શરૂ થઇ ગઇ હતી.