Coolie No-1નું આ સીન કોઈને પણ નથી રહ્યું હજમ, સોશિયલ મીડિયા પર લોકોએ આ રીતે ઉડાવી મજાક
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Dec 2020 08:52 PM (IST)
વરુણ ધવન સ્ટારર કુલી નંબર-1ના રિમેકનું એક સીન સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યું છે. લોકો આ સીનને લઈને અલગ અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યાં છે અને મજાક ઉડાવી રહ્યાં છે.
અમદાવાદ: બોલિવૂડમાં જૂની ફિલ્મોના રિમેકનો એક દૌર શરુ થઈ ગયો છે. વર્ષ 1995માં આવેલી ગોવિંદા અને કરિશ્માની ફિલ્મ કુલી નંબર-1ની રીમેક લોકો વચ્ચે આવી છે. જો કે, આ ફિલ્મનું ડાયરેક્શન ડેવિડ ધવને જ કર્યું છે, પરંતુ તેના સ્ટાર બદલ્યા છે. ફિલ્મમાં વરુણ ધવન અને સારા અલી ખાન મુખ્ય ભુમિકામાં છે. પરંતુ ડેવિડ ધવન દ્વારા બનાવવામાં આવેલા 1995ના કુલી નંબર-1ના રિમેકનું એક સીન સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યું છે. લોકો આ સીનને લઈને અલગ અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યાં છે અને મજાક ઉડાવી રહ્યાં છે. વાયરલ થયેલી આ નાનકડી ક્લિપમાં એક્ટર પૂરપાટ ઝડપે ચાલતી ટ્રેન પર દોડી રહ્યો છે અને ટ્રેન પરથી કૂદીને તેની આગળ ટ્રેક પર બેઠેલા બાળકને બચાવે છે. આ સીનમાં અનેક એક્શનો એક સાથે જોવા મળી રહી છે.- પહેલા એક્ટર ટ્રેન ઉપર ટ્રેનની ગતિ કરતા ઝડપી દોડી રહ્યો છે. કોચ ઉપર છલાંગ લગાવીને બીજા કોચ પર પહોંચે છે, તેના બાદ ટ્રેક પર બેઠેલા બાળકને બચાવે છે. આ વીડિયો ક્લિપ પર સોશિયલ મીડિયા પર જોક અને ટિપ્પણી સાથે ખૂબ વાયરલ થઈ રહી છે. વરુણ ધવન, સારા અલી ખાન, પરેશ રાવલ અને જાવેદ જાફરી અભિનીત આ ફિલ્મ એમેઝન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ ગઈ છે.