‘જુડવા-2’ના પોસ્ટરમાં દેખાયા વરુણ ધવનના ડબલ ધમાકા, જાણો ક્યારે થશે રિલીઝ
મુબંઇ : થોડાક મહિના પહેલા ડેવિડ ઘવને તેના આગલા પ્રોજેક્ટ જુડવા-2 ને લઇને જાહેરાત કરી હતી. આ ફિલ્મ સલમાન ખાન, કરિશ્મા કપૂર અને રંભાની 1997માં આવેલી ફિલ્મની સિક્વલ છે. ફિલ્મ નિર્માતાએ ફિલ્મનો પ્રથમ લુક શેર કરી દીધો હતો. હવે તેમના પિતા ડેવિડ ધવનના 65માં જન્મદિવસના અવસર પર અભિનેતાએ પોસ્ટર શેર કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘જુડવા-2’નું પોસ્ટર વરુણ ધવને તેમના ટ્વિટર પર શેર કર્યું છે. પોસ્ટર શેર કરતા લખ્યું કે, ડેવિડ ધવનના 65માં જન્મદિવસના અવસર પર આ રહ્યું તેમની 43મી ફિલ્મ ‘જુડવા-2’ થી રાજા અને પ્રેમનો અભિનય. આ દશેરા પર બેવડી મઝા આવવાની છે. જે લોકોને નથી ખબર તેમને જણાવી દઇએ કે કેટલાક પોસ્ટર બાદ 21 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે.
આ ફિલ્મમાં પ્રેમને ચશ્મા પહરેલો ખૂબજ સીધો સાદો બતાવ્યો છે ત્યારે બીજા રોલમાં રાજા મસ્તીના મૂડમાં નજર આવી રહ્યો છે. આ ફિલ્મ ડેવિડ ધવને નિર્દેશિત કરી છે.
એક સમાચાર રીપોર્ટ અનુસાર મોટા કાર્યક્રમાં એક વિશેષ રીતે ટ્રેલર રીલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં વરુણ ધવન સાથે જેકલીના ફર્નાન્ડિસ અને તાપસી પન્નુ મુખ્ય ભૂમિકામાં નજર આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -