નવી દિલ્હીઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની રાહ જોઈ રહેલ ફેન્સ માટે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. થોડા સમય પહેલા ચર્ચા હતી કે એક્ટ્રેસ વિભૂતિ શર્મા આ ટીવી શોમાં દયાબેનની ભૂમિકા ભજવી શકે છે. વિભૂતિ શર્મા બડે અચ્છે લગતે હૈ અને હમને લીહૈ શપથ જેવા ટીવી શોમાં ભૂમિકા ભજવી ચૂકી છે. એટલે કે જૂના દયાબેન દિશા વાકાણીની વાપસીની સંભાવના લગભગ ખત્મ થઈ ગઈ હતી.



જોકે હવે આ મામલે અભિનેત્રી વિભૂતિ શર્માએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ‘મને નથી ખબર કે આ અફવા ક્યાંથી આવી છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણીને હું રિપ્લેસ નથી કરી રહી અને ન તો મેં કોઈ મોક ટેસ્ટ આપી છે.’



વિભૂતિ શર્માએ આગળ ખુલાસો કર્યો કે, તેને ડેલી શોપમાં કોઈ રસ નથી. તે જાહેરાત કરવામાં વ્યસ્ત છે અને ટૂંકમાં જ તે એક ફિલ્મમાં અભિનય કરતી જોવા મળશે.