મુંબઈ: બોલિવૂડ અભિનેતા વિક્કી કૌશલની આગામી ફિલ્મ 'ભૂત પાર્ટ વન ધ હોન્ટેડશીપ'નું નવુ પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે. રીલીઝ કરવામાં આવેલા પોસ્ટરમાં અભિનેતા વિક્કી કૌશલ ભયભીત જોવા મળે છે. આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર કરણ જોહરે શેર કરી છે.


કરણ જોહરે આ તસવીર શેર કરતા લખ્યું, તમામ હાથ ડેક પર, હોરર તમારી તરફ આવી રહ્યું છે. 24 કલાક બાદ સવારે 10 વાગ્યે અહીં પરત આવો. અમે તમને #Bhootની દુનિયામાં લઈને જઈશું. ઉલ્લેખનીય છે કે અભિનેતા વિક્કી કૌશલ અને કરણ જોહર બંને પ્રથમ વખત હોરર ફિલ્મમાં કામ કરી રહ્યાં છે.

આ ફિલ્મ 21મી ફેબ્રુઆરી 2020ના રોજ રીલીઝ થશે. ફિલ્મની વાર્તા એક ભુતિયા દરિયાઈ જહાજ પર આધારિત છે. આ ફિલ્મની સમગ્ર શૂટિંગ ગુજરાતમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિદર્શન ભાનુ પ્રતાપે કર્યુ છે. આ ફિલ્મના નિર્માતા કરણ જોહર છે.