રેકોર્ડ આઠમું ટાઇટલ જીતવા માટે ઉતરેલા 32 વર્ષના જોકોવિચે પોતાની શાનદાર રમત બતાવતા 2 કલાક 18 મિનિટમાં ફેડરરને હાર આપી હતી. હવે ફાઇનલમાં જોકોવિચનો સામનો ઓસ્ટ્રિયાના પાંચમા સીડ ડોમિનિક થીમ અને જર્મનીના સાતમા ક્રમના ખેલાડી એલેક્ઝેન્ડર જ્વેરેજ વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા સાથે થશે.
આ સાથે જ ફેડરરે પોતાના હરિફ જોકોવિચ સામે મેલબોર્નમાં ચોથી વખત હાર મળી છે. આ તમામ મેચ સેમિફાઇનલ રહી છે. જોકોવિચની નજર 17મા ગ્રાન્ડસ્લેમના ટાઇટલ પર છે. 19 ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલા વર્લ્ડનંબર વન રાફેલ નડાલ અગાઉથી જ બહાર થઇ ચૂક્યો છે.