જોકે, માલવિકા અને વિકી સાથે જોડાયેલા સૂત્રોએ બંનેના રિલેશનશિપની વાતને ફગાવી દીધી છે. સૂત્રો અનુસાર, બંને વચ્ચે મિત્રતાથી વધુ કશું જ નથી.
સૂત્રોએ જણાવ્યું કે, ‘એવા ઘણા રિપોર્ટ્સ આવ્યા છે કે, વિકી કૌશલ અને માલવિકા વચ્ચે પ્રેમ સંબંધ છે પણ આ વાતોમાં કોઈ તથ્ય નથી. બંને બાળપણના મિત્રો છે.’ રિપોર્ટ્સ અનુસાર માલવિકા દર વર્ષે વિકીને રાખડી બાંધે છે અને એક્ટરને પોતાનો રાખી બ્રધર માને છે.
આ પહેલા એવા અહેવાલ સામે આવ્યા હતા કે, આ બંને વચ્ચે નિકટતા વધી રહી છે. રિલેશનશિપની વાતોને તે સમયે વધારે લાઈમલાઈટ મળી હતી જ્યારે વિકી માલવિકાના ઘરે જમવા માટે પહોંચ્યો હતો અને તેણે આ દરમિયાન એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો.