જો વલસાડની વાત કરીએ તો, વલસાડ જિલ્લામાં સવારે છ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ૧૨ કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વલસાડ શહેરમાં 8.2 ઇંચ, ધરમપુરમાં 5.88 ઇંચ, પારડીમાં 5.6 ઇંચ, કપરાડામાં 6 ઇંચ, ઉમરગામમાં 2.8 ઇંચ અને સૌથી વધુ વાપીમાં 9 ઇંચ વરસાદ ખાબકયો છે.
નવસારીમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. નવસારીમાં મોડી સાંજથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વિજલપોરમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. વિજલપોરના વિઠ્ઠલ મંદિર પાસે ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઇ દેવધા ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.
સુરત જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો. જિલ્લાનાં બારડોલી, પલસાણા, માંડવી, મહુવા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
પંચમમહાલના જાબુંઘોડામાં જબરદસ્ત વરસાદ વરસ્યટો છે. જાબુંઘોડામાં દોઢ કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ગોધરામાં પણ બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. તો હાલોલ, કાલોલ અને મોરવામાં પણ સારો વરસાદ વરસ્યો છે.
મહીસાગર જિલ્લામાં વરસાદની બીજી ઇનિંગ શરૂ થઈ હતી. સંતરામપુર, બાકોર સહીતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. કડાણા, ખાનપુર, લુણાવાડા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. વાવણી બાદ વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
દાહોદ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. દાહોદ જીલ્લામાં પવનના સુસવાટા સાથે મુશળધાર વરસાદ વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેને પગલે વાતાવરણમાં ઠડક પ્રસરી ગઈ છે.