સમાચાર છે કે વિક્કી કૌશલ પર એક્શન સિન ફિલ્માવવામાં આવી રહ્યો હતો ત્યારે એક દરવાજો આવીને સીધો વિક્કી પર પડ્યો હતો. તેની દાઢીનું હાડકું ભાંગી ગયુ હતુ. જાણકારી અનુસાર આ ઘટના 18 એપ્રિલે થઈ હતી. ફિલ્મની કાસ્ટ છેલ્લા 5 દિવસથી ગુજરાતના શિપ બ્રેકિંગ યાર્ડ પર શૂટિંગ કરી રહી છે.
ગુજરાતમાં દુનિયાનું સૌથી મોટુ શિપ બ્રેકિંગ યાર્ડ આવેલુ છે. સમાચારો અનુસાર વિક્કી કૌશલ એક સીન કરી રહ્યો હતો દોડીને દરવાજો ખોલવાના આ સીનમાં ટેકનીકલ ખામી સર્જાતા આ દરવાજો વિક્કી કૌશલ પર પટકાયો હતો. સમગ્ર ઘટના બાદ વિક્કીને તાત્કાલીક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ મુંબઈમાં વિક્કી સારવાર લઈ રહ્યો છે.
જે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યુ હતુ તે કરણ જૌહરની ધર્મા પ્રોડક્શનની ફિલ્મ છે. આ ફિલ્મ વિક્કી કૌશલ સિવાય ભૂમિ પેડનેકર મુખ્ય રોલ નિભાવી રહી છે.