મુંબઈઃ કોરોના વાયરસને કારણએ લોકડાઉન દરમિયાન એક્ટર વિકી કૌશલે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે વાતચીત કરી. આ દરમિયાન વિકી કૌશલે કહ્યું કે, તેનો પ્રથમ ક્રશમ બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત છે.

વિકી કૌશલે બુધવારે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પોતાના ફેન્સ માટે ક્વીઝ સેશનનું આયોજન કર્યું. આ દરમિયાન તેને એક યૂઝરે પૂછ્યું કે બોલિવૂડમાં તેનો પ્રથમ ક્રશ કોણ છે?

સવાલના જવાબમાં એક્ટરે એપની સ્ટોરી પર માધુનીની સાથે પોતાની એક તસવીર પણ શેર કરી. એક અન્ય યૂઝરે તેને પૂછ્યું કે તેના માટે સૌથી પડકારજનક ફિલ્મ કઈ હતી.



આ સવાલના જવાબમાં વિકીએ રામ માધવ 2.0નું પોસ્ટર શેર કર્યું. જ્યારે અન્ય યૂઝરે પૂછ્યું કે સમય કેવી રીતે પસાર કરે છે.

તેના જવાબમાં તેણે ક્હયું, “પરિવારની સાથે સમય વિતાવી રહ્યો છું, ઉપરાંત ફિલ્મ અને શો જોઈને પણ સમય પસાર કરી રહ્યો છું. સાથે જ માંની સાથે યોગ અને મિત્રોની સાથે વીડિયો કોલ પણ કરું છું.”