વિશ્વભરમાં દેશો દ્વારા બહાર પાડવામાં આવતા સત્તાવાર આંકડા અને વર્લ્ડ સ્વાસ્થ્ય સંગઠનના આંકડાના આધારે એએફપીએ ગણતરી કરી છે. એએફપી અનુસાર વિશ્વભરના 188 દેશોમાં કોરોના વાયરસના ઓછામાં ઓછા 10,00,036 કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં 51,718 લોકોના મોત થયા છે.
જ્યારે વર્લ્ડોમીટર જે કોરોના વાયરસના આંકડાની જાણકારી આપે છે તે અનુસાર 10,15,059 લોકો અત્યાર સુધી આ બીમારીથી સંક્રમિત છે અને 53,167 લોકોના તેના કારણે મોત થયા છે. જોકે વિશ્વભરમાં 212,035 લોકો આ બીમારીથી ઠીક પણ થયા છે.
અમેરિકામાં સ્થિતિ ભયાનક
વિશ્વની મહાશક્તિ અમેરિકામાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા વધીને 244,877 થઈ ગઈ છે અને અહીં આ મહામારીને કારણે 6070 લોકોના મોત થયા છે. જ્યારે આ ઉપરાંત 10,403 લોકો આ બીમારીથી ઠીક થયા છે.
ઇટલીમાં 13,000થી વધારેના મોત
ઈટલીમાં હાલમાં 1,15,242 લોકો આ મહામારીના ઝપેટમાં આવ્યા છે અને કુલ 13915 લોકો અત્યાર સુધી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. અહીં રિકવર થનાર લોકોની સંખ્યા 18278 છે.
સ્પેનમાં 10 હજારથી વધારે લોકોએ ગુમાવ્યા જીવ
સ્પેનમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 112065 કેસ સામે આવી ચૂક્યા છે અને કુલ 10348 લોકો મોતના મુખમાં હોમાયા છે. જોકે અહીં પણ 26743 લોકો આ બીમારી બાદ ઠીક પણ થયા છે.
ફ્રાન્સમાં 5000થી વધારે લોકોના મોત
ફ્રાન્સમાં 59105 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે અને અહીં 5387 લોકો મોતને ભેટ્યા છે.
ભારતમાં 2500થી વધારે લોકો કોરોના પોઝિટિવ
ભારતમાં 2543 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે અને અત્યાર સુધી 53 લોકોના મોત થયા છે. કુલ 189 લોકો રિકવર પણ થયા છે.