27 વર્ષ પહેલા અમિતાભ બચ્ચન આજ તારીખે ચર્ચિત ‘કુલી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન થયેલા અકસ્માતની સારવાર બાદ ઘરે પરત ફર્યાં હતા. હવે 37 વર્ષ બાદ તે દિવસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
1982માં બિગ બીને ફિલ્મ ‘કૂલી’ના સેટ પર ઈજા થઈ હતી. એક્શન સીન દરમિયાન બિગ બીના પેટમાં ઈજા પહોંચતા તેમને દોઢ મહિના સુધી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતાં. ત્યારે સમગ્ર દેશના લોકો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા હતા. એવામાં તેમને હોસ્પિટલથી ઘરે લાવવાની પળ સૌના માટે ખાસ જોવા મળી હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વીડિયોમાં અમિતાભ બચ્ચન પોતાની એમ્બેસેડર કારમાંથી ઉતરે છે અને પિતા હરિવંશ રાય બચ્ચનને પગે લાગે છે. મા તેજી બચ્ચન અમિતાભનું સ્વાગત કરે છે. આ દરમિયાન મોટી સંખ્યામાં ચાહકોનું ટોળું ભેગુ થઈ ગયું હતું તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.