નવી દિલ્હીઃ ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સને લોકો ખુબ પસંદ કરે છે. અહીં ખુબ એન્ટરટેનિંગ મૂવી બને છે અને અહીં કેટલાય યંગ અને ટેલેન્ટેડ કલાકારો છે. જોકે, ઘણીવાર કેટલીક એક્ટ્રેસ તેમના વિવાદિત વીડિયોના કારણે ચર્ચાનો મુદ્દો બની જાય છે. થોડાક દિવસો પહેલા ભોજપુરી એક્ટ્રેસ ત્રિશાકર મધુનો સેક્સી એમએમએસ લીક થયો હતો, આ એમએમએસમાં તે કોઇ શખ્સની સાથે ખરાબ સ્થિતિમાં દેખાઇ હતી. 


ત્રિશાકર મધુએ આના પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. હવે આ ઘટના બાદ બીજી એક હૉટ એક્ટ્રેસ પ્રિયંકા પંડિત (Priyanka Pandit)નો એમએમએસ વીડિયો લીક થઇને વાયરલ થઇ રહ્યો છે, પરંતુ પ્રિયંકા પંડિતે દાવો કર્યો છે કે આ વાયરલ વીડિયોમાં જે મહિલા દેખાઇ રહી છે, તે નથી. તેનુ કહેવુ છે કે તેની ઇમેજને ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. 


નોંધાવી ફરિયાદ-
પ્રિયંકા પંડિતે કહ્યું કે કોઇ તેની સાથે પર્સનલ દુશ્મની કાઢી રહ્યું છે. કેટલાય મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે, તેને આ મામલામાં એફઆઇઆર પણ નોંધાવી છે અને પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સોશ્યલ મીડિયા પર તેના એમએમએસ વીડિયોની લિંક શેર શેર કરવામાં આવી હતી, તેને પોલીસે હટાવવાનુ શરૂ કરી દીધુ છે. 



સોશ્યલ મીડિયા પર એક્ટિવ-
પ્રિયંકા પંડિત સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને તેના 5 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે હંમેશા પોતાની તસવીરો, વીડિયો અને રીલ્સ ફેન્સની સાથે શેર કરતી રહે છે. તેને વર્ષ 2013માં આવેલી ભોજપુરી ફિલ્મ 'જીના તેરી ગલી મે'થી ડેબ્યૂ કર્યુ હતુ. પ્રિયંકા પંડિતે 50 થી વધુ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યુ છે. તેને ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.