Student magic show: સોશિયલ મીડિયામાં અવનવા વીડિયો વાયરલ થતા હોય છે. એમાં પણ ઈંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવતી રીલ્સને ઘણા લોકો જોતા હોય છે. થોડી સેકન્ડમાં ઘણું બધું બતાવતી આવી જ રીલ્સનો વીડિયો હાલ દર્શકોનો ભરપૂર પ્રેમ મેળવી રહ્યો છે. આ વીડિયોમાં એક ક્લાસ રુમ બતાવામાં આવ્યો છે અને આ ક્લાસ રુમમાં એક વિદ્યાર્થી જાદુ બતાવી રહ્યો છે. હવે વિદ્યાર્થી જાદુ બતાવતો હોય એટલે તેના મિત્રો જોવા માટે ટોળે વળે એ સ્વાભાવિક છે. 


ક્લાસરુમની બેન્ચ પર જ જાદુ બતાવ્યુંઃ
બાળ જાદુગરના આ વીડિયોમાં જોઈ શકાય છે કે, વિદ્યાર્થી પાસે બે કાંકરી જેવા લાગતા પથ્થર છે. બંને હાથોમાં એક-એક પથ્થર રાખીને વર્ગખંડની બેન્ચ ઉપર આ વિદ્યાર્થી પોતાની કળા બતાવે છે. વિદ્યાર્થી આ બંને પથ્થરને એક સાથે હથેળીમાં લે છે અને પછી હથેળી ઉંધી કરી દે છે. હવે વીડિયો જોનારને એવું લાગે છે કે, બેન્ચ ઉપર બંને હાથની નીચે એક-એક પથ્થર હોવો જોઈએ. પણ નીકળે છે તેનાથી ઉલટું. અહીંયા વિદ્યાર્થીના જાદુનો પરીચય દર્શકોને થાય છે. વિદ્યાર્થી જ્યારે પોતાની હથેળી ઉપર ઉઠાવે છે ત્યારે એક જ હથેળીની નીચે બંને પથ્થર હોય છે. આમ એક જ હાથ નીચે બંને પથ્થરને જોતાં ક્લાસરુમના વિદ્યાર્થીઓ અને વીડિયો જોનાર પણ ચોંકી જાય છે. નાનકડા વિદ્યાર્થીનું આ જાદુ જોઈને વીડિયો જોનારના મોં માંથી પણ 'વાહ' નીકળી પડે છે.


હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ બાળ જાદુગરને ખુબ લાઈક કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયો પર 35 લાખથી વધુ લાઈક્સ આવી ચુકી છે અને લાખો વ્યુઝ પણ મળ્યા છે.