Porbandar : પાકિસ્તાનની જેલમાં કેદ 20 ગુજરાતી માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. આ માછીમારો પોરબંદરના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનની જેલમાં 553 ભારતીય માછીમારો કેદ હતા જે  પૈકી  20 માછીમારોને મુક્ત કરવામાં આવ્યાં છે. કરાચીની લાડી જેલમાંથી આજે 19 જૂને 20 ગુજરાતી માછીમારો મુક્ત કરવામાં આવ્યાં છે. 20 માંથી 7 સલાયાના વહાણના ખલાસી છે. મુક્ત કરાયેલા 20 માછીમારો વાઘા બોર્ડરે પહોંચશે અને ત્યાંથી ભારતમાં પ્રવેશી માદરે વતન આવશે. આ તમામ માછીમારોના પરિવારમાં આનંદ છવાયો છે. 


પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા બંધક બનાવાયેલા 20 ભારતીય માછીમારોને પાકિસ્તાન દ્વારા કરાંચીની જેલમાંથી મુક્ત કરાતા આજે તેઓ વાઘા બોર્ડર પહોંચશે. આ મુક્ત કરાયેલા માછીમારોને પાકિસ્તાનની સેવાભાવી સંસ્થાઓ દ્વારા જીવન જીરૂરી વસ્તુઓની સહાય પણ આપવામાં આવી છે. મહત્વનું છે કે, હજુ પણ 533 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. 


પાકિસ્તાન મરીન એજન્સી દ્વારા ભારતીય બોટ સહિત સાત માછીમારોને બંધક બનાવાયા
ગત 15 જૂને પાકિસ્તાન મરીન એજન્સી દ્વારા ભારતીય બોટ સહિત સાત માછીમારોને બંધક બનાવાયા છે.અમારાપ્રતિનિધિ જણાવે છે કે, આઈ.એમ.બી.એલ. નજીક માછીમારી કરી રહેલી ભારતીય બોટ પર પાકમરીન એજન્સી દ્વારા ફાયરિંગ કરી બોટમાં સવાર તમામ સાત માછીમારને  બંધક બનાવાયા છે.પાકમરીન દ્વારા વારંવાર કરાતી આવી હરકતથી ભારતીય માછીમારોમાં ભય ફેલાયો છે. 


BSFએ ચાર હોડી સાથે બે પાકિસ્તાની માછીમારને  જબ્બે કર્યા
કચ્છના અખાતમાં હરામીનાળા તરીકે ઓળખાતા કાદવ કીચડ ધરાવતા છીછરા દરિયામાં બે પાકિસ્તાની માછીમાર અને ચાર બોટ કબ્જે કરવામાં આવી  બી..એસ.એફ. ની પેટ્રોલીંગ ટુકડીને સફળતા મળી છે. સત્તાવાર યાદી માં જણાવ્યા પ્રમાણે ચારેય બોટ માં માછલી ગત 26 મેંના રોજ પકડવાનો માલસામાન  અને ખાધખોરાકી ની ચીજવસ્તુ સિવાય કશુ વાંધાજનક હાથ લાગ્યું નથી. અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગઇકાલે હરામીનાળા માં એક પાકિસ્તાની માછીમાર બોટ બિનવારસી હાલત માં મળી આવ્યા બાદ કાદવ કીચડ વચ્ચે પેટ્રોલિંગ સઘન બનાવ્યા બાદ ભારત ની દરિયાઈ સરહદ માં ઘૂસી આવેલા પાકિસ્તાની માછીમારો પકડાયા છે.  બી.એસ.એફ. સત્તાવાળા તરફ થી બંને માછીમાર ની પૂછપરછ પૂરી કરી ને તેમણે કાયદેસર ની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસ ને સોંપી દેવાની તજવીજ હાથ ધરાશે.