માસ્કના દંડ મુદ્દે પોલીસ યુવતી સાથે રકઝક પર ઉતરી હતી. દંડની ભરપાઈ કરવા અંગે પહેલા બોલાચાલી થઈ બાદમાં વાત વણસી હતી. પોલીસે તમામ મર્યાદા વટાવી યુવતીને લાફા ઝીંકી દીધા હતા. પોલીસ કર્મચારી યુવતીને લાફા ઝીંકતો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો છે.
એક તરફ જ્યાં મહિલા સુરક્ષાના દાવાઓ કરાય છે. મહિલા સહિત રાજ્યની જનતાને સુરક્ષા આપવાની જવાબદારી પોલીસની છે પરંતું આ જ ખાખીધારીઓ જ્યારે કાયદાને ઘોળીને પી જાય તો આમ જનતાને કાયદાનું પાલન કોણ કરાવશે તે સૌથી મોટો પ્રશ્ન છે. વીડિયોમાં પોલીસની જે કાર દેખાઈ છે તેમાં અમદાવાદ પોલીસનો ઉલ્લેખ છે. જોકે આપની ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા આ વીડિયો ક્યાનો છે અને ઘટના સાચી છે કે ખોટી તે પુષ્ટિ કરતું નથી.