Vijay Babu Rape Case: સાઉથના સુપરસ્ટાર અને મલાયલમ ફિલ્મના અભિનેતા અને નિર્માતા વિજય બાબુ વિરુદ્ધની મુસ્કેલીઓ વધી છે. વિજય બાબુ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ કરવામા આવ્યો છે. 22 એપ્રિલે એક મહિલાએ એક્ટર પર આરોપ લગાવતા યૌન શોષણની ફરિયાદ કરી હતી. જોકે, આ મામલે અભિનેતાએ ફેસબુક પર લાઈવ આવીને સ્પષ્ટતા કરી હતી, પરંતુ મહિલાની ફરિયાદને ધ્યાનમાં લઇને પોલીસે મોટી કાર્યવાહી કરી છે. 


પોલીસે સેક્સ સ્કેન્ડલ કેસમાં અભિનેતા વિરુદ્ધ લુકઆઉટ નૉટિસ (Vijay Babu lookout Notice) જાહેર કરી છે. પોલીસને શંકા છે કે, તે દેશની બહાર છે. આ નોટિસ મહિલા સાથેના યૌન ઉત્પીડનના મામલાની સાથે ફેસબુક લાઈવ પર મહિલાની ઓળખ જાહેર કરવાના બદલામાં આપવામાં આવી છે.  


રિપોર્ટ છે કે જ્યારથી વિજય બાબુ પર કેસ દાખલ થયો છે ત્યારથી વિજય બાબુ ફરાર છે. પોલીસને શંકા છે કે, અભિનેતા દેશની બહાર છે. હવે કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમની શોધ કેરળની બહાર પણ શરૂ થઈ ગઈ છે. વિજય બાબુ પ્રોડક્શન કંપની ફ્રાઈડે ફિલ્મ હાઉસના સ્થાપક છે. તેમણે પીડિતાની ઓળખ જાહેર કરી, જે ગુનો છે. આ મામલે કેસ પણ નોંધવામાં આવ્યો છે.


એક્ટર પર આરોપ છે કે, તેને ફિલ્મોમાં કામ અપાવવાના બદલે એક મહિલા સાથે શરીર સંબંધો બાંધ્યા. જાણકારી અનુસાર, કોઝીકોડની રહેવાસી ફરિયાદી મહિલાએ વિજય બાબુ વિરુદ્ધ બળાત્કાર કરવાનો કેસ નોંધાવ્યો છે. 


ફરિયાદી અનુસાર, વિજય બાબુએ પહેલા તેને ફિલ્મોમાં કામ અપાવવાની વાત કરી, અને તેને પોતાના ઘરે બોલાવી હતી, અને તેની સાથે અનેકવાર શરીર સુખ માણ્યુ હતુ. એક્ટર વિરુદ્ધ આ કેસ 22 એપ્રિલે નોંધાયો છે. પીડિતાનો આરોપ છે કે ફરિયાદના ચાર દિવસ વીતી ગયા બાદ પણ પોલીસે એક્ટર સાથે કેસને લઇને કોઇ પુછપરછ નથી કરી. પોલીસે વિજય બાબુના રહેવાસનો પણ હજુ સુધી ખુલાસો નથી કર્યો. જોકે, એક્ટર પર લાગેલા આરોપથી મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે.  


ઉલ્લેખનીય છે કે, વિજય બાબુ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક શાનદાર નિર્માતા અને અભિનેતા છે. એક્ટરના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. વિજય બાબુએ ઇન્ડસ્ટ્રીમાં કેટલીય હીટ ફિલ્મો આપી છે. તેની ફ્રાઇડે ફિલ્મ હાઉસ નામની એક પ્રૉડક્શન કંપની છે. તેને આ પ્રૉડક્શન હાઉસમાંથી કેટલીય નવી ફિલ્મો બનાવવાની જાહેરાત કરી છે.