Amul Naatu Naatu Doodle: લોસ એન્જલસમાં 95મા એકેડેમી એવોર્ડ્સમાં ઘણી ભારતીય ફિલ્મોએ સ્થાન મેળવ્યું હતું. જેમાં ભારતની શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હિસ્પર્સ'એ ઓસ્કાર 2023માં 'બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટ'નો ખિતાબ જીત્યો હતો. દેશભરના દસ્તાવેજી ફિલ્મ નિર્માતાઓ માટે આ એક મોટી જીત હતી. તો ફિલ્મ 'RRR' એ ફરી એકવાર શોમાં આકર્ષણ જમાવ્યું હતું. તેના હિટ ગીત 'નાટુ-નાટુ'ને ઓસ્કાર 2023માં 'બેસ્ટ ઓરિજિનલ સોંગ'નો એવોર્ડ મળ્યો.

આ એવોર્ડ મળ્યાની ખુશી દેશભરમાં છવાઈ જઈ છે.  અનેક પ્રખ્યાત સેલેબ્સે આ જીતની ઉજવણી કરી હતી અને તમામ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતાં. જેમાં જાણીતી દૂધ ઉત્પાદક અને ડેરી બ્રાન્ડ અમૂલ પણ પાછળ રહી નથી. તેણે ખાસ પ્રકારનું ડૂડલ બનાવીને આ ઓસ્કાર જીતવાની ઉજવણી કરી છે. આ કંઈ પહેલીવાર નથી જ્યારે અમૂલે ભારત દ્વારા હાંસલ કરેલી કોઈપણ સફળતા પર આ પ્રકારનું ડૂડલ શેર કરીને ખુશી વ્યક્ત કરી હોય.






ફિલ્મ 'RRR'ના ગીત Naatu - Naatu એ જાન્યુઆરીમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ જીત્યો હતો અને હવે ઓસ્કારમાં આ ગીતની જીતે તેની લોકપ્રિયતા સાબિત કરી બતાવી છે. અમૂલ દ્વારા શેર કરવામાં આવેલા આ ડૂડલમાં તેણે રામ ચરણ અને જુનિયર એનટીઆર સાથે અમૂલ ગર્લનું કેરિકેચર બનાવ્યું છે. તે આ ગીતના સિગ્નેચર ગેટઅપમાં હતો અને તેના હાથમાં ઓસ્કાર ટ્રોફી પકડેલી જોવા મળે છે. જ્યારે અમૂલ યુવતી હાથમાં માખણની થાળી પકડીને જોવા મળે છે. આ ડૂડલ સાથે લખવામાં આવ્યું છે કે, "Oscar RRRને ના કહી શકાય". "હેવ વિથ નાચો નાચો અમૂલ" (કાન્ટ સે ના તુ એન ઓસ્કાર આરઆરઆર) (Have With Nacho Nacho! Amul).

નાટુ-નાટુની સફળતા પર ખુશી વ્યક્ત કરતા અમૂલે માત્ર ડૂડલ જ નહોતુ બનાવ્યું પરંતુ ટૂંકી દસ્તાવેજી ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ'ની જીત પર પણ આવું જ ડૂડલ શેર કર્યું છે. જેમાં ફિલ્મના નિર્માતા ગુનીત મોંગા અને કાર્તિકી ગોન્સાલ્વિસના સ્કેચ છે, જેમાં તે હાથમાં ટ્રોફી પકડેલી જોવા મળે છે. તેમની સાથે એક હાથી અને અમૂલ છોકરી હાથીના કાનમાં કંઈક બોલી રહી છે. આ ડૂડલ સાથે લખ્યું હતું, 'હાથી મેરે સાથી! અને અમૂલ જમ્બો ટેસ્ટ!.






Oscar 2023 After Party: લોસ એન્જલસમાં રાજામૌલીના ઘરે યોજાઇ નાટૂ- નાટૂની ઓસ્કાર જીતની પાર્ટી, જુઓ સેલિબ્રેશનની તસવીરો

દક્ષિણ સિનેમાની ફિલ્મ RRR ના નાટૂ- નાટૂ ગીતે 95મા ઓસ્કાર એવોર્ડમાં જીત મેળવી છે. આવી સ્થિતિમાં નાટૂ- નાટૂની ઓસ્કર જીત્યા બાદ પાર્ટીની કેટલીક અંદરની તસવીરો સામે આવી છે.

ઓસ્કાર એવોર્ડ 2023માં સાઉથ સિનેમાની બ્લોકબસ્ટર ફિલ્મ RRR ના સુપરહિટ ગીત નાટૂ- નાટૂએ શ્રેષ્ઠ મૂળ ગીતની કેટેગરી જીતી છે. નાટૂ- નાટૂની આ જીત સાથે ભારતીય સિનેમા માટે એક ઐતિહાસિક ક્ષણ પણ સ્થાપિત થઈ ગઈ છે. નાટૂ- નાટૂની આ જીતની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે, સાથે જ આ ગીતની જીતની ઉજવણી પણ થઈ રહી છે. આવી સ્થિતિમાં ઓસ્કાર જીત્યા પછી સોમવારે મોડી રાત્રે RRR ડિરેક્ટર એસએસ રાજામૌલીના લોસ એન્જલસના ઘરે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેની અંદરની તસવીરો સામે આવી છે.