આ એક્ટ્રેસે પોતાનો હૉટ ફોટો શેર કર્યો, કહ્યું- આ ફોટોશૉપ કે જીમની કરામત વાળો ફોટો નથી

પૂજા ભટ્ટ ડાયરેક્ટર મહેશ ભટ્ટની પુત્રી અને એક્ટ્રેસ આલિયા ભટ્ટની મોટી બહેન છે.
પૂજાએ પોતાના ફોટોના કેપ્શનમાં લખ્યું હતું કે, અમારા સમયમાં ફોટોશૉપ કે જીમ ન હતાં, તેમછતાં અમે ફિટનેસમાં અવ્વલ રહેતા હતાં. પૂજાએ પોતાની ટીનએજનો આ ફોટો શેર કરીને અત્યારના જીમ અને ફોટોશૉપ કલ્ચર પર કટાક્ષ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પૂજા ભટ્ટનો આ ફોટો આધુનિક સમયમાં લાગેલી જીમ અને ફોટોશૉપની લત પર ટીપ્પણી કરી રહ્યો છે. હાલના સમયમાં દરેક સેલિબ્રિટીઝથી લઇ મૉડલ્સ સુધીના લોકો દરરોજ જીમમાં જઇને પોતાની ફિટનેસ મેળવવા મથી રહ્યાં છે, એ એક ખરાબ વાત છે.
એક્ટ્રેસ અને ડાયેરેક્ટર પૂજા ભટ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે એકદમ નિર્દેશ લાગી રહી છે, અકબંધ ફિટનેસને લઇને ફોટામાં પૂજાની રુલિંગ પર્સનાલિટી દેખાઇ રહી છે.
માનવામાં આવે છે કે, પૂજા ભટ્ટે પૉસ્ટ કરેલો આ ફોટો તેની યંગ એજનો છે, જ્યારે નાઇન્ટીઝમાં તે બૉલીવુડમાં ટૉપ પર ચાલી રહી હતી. ફોટો વિશે પૂજાએ કહ્યું કે આ ફોટો કોઇ ફોટોશૉપની કમાલ નથી કે તેને યોગ્ય શેપ આપીને બનાવ્યો હોય, અને એવું પણ નથી કે જીમમાં વ્યાયામ કરીને ફિટનેસ મેળવી હોય. અમારા સમયમાં જીમ કે ફોટોશૉપ ન હતા.
મુંબઇઃ આજકાલ સોશ્યલ મીડિયામાં દરેક સેલેબ્સ પોતાના હૉટ ફોટોઝ શેર કરીને ફોલોઅર્સની સંખ્યા વધારી રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર પોતાના હૉટ અને ફિટ ફોટો શેર કરીને સસ્તી પ્રસિદ્ધિ મેળવનારા લોકો સામે હવે 90ના દાયકાની હૉટ એક્ટ્રેસે કટાક્ષ કર્યો છે.