Sadia Khateeb: બૉલીવુડ એક્ટ્રેસ સાદિયા ખાતીબે સોશ્યલ મીડિયા પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરીને તહેલકો મચાવી દીધો છે. આ તસવીરોમાં સાદિયા ખાતીબ ખુબ સ્ટનિંગ લાગી રહી છે. બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ ‘શિકારા’થી ડેબ્યૂ કરનારી સાદિયા ખાતીબ (Sadia Khateeb) માત્ર થોડાક વર્ષોમાં જ પૉપ્યૂલર થઇ ગઇ છે. તેને બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. સાદિયા ખાતીબે વર્ષ 2020માં ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. અને અક્ષય કુમારની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘રક્ષાબંધન’માં તેની એક્ટિંગ અને સુંદરતાને ખુબ વખાણવામાં આવી. સાદિયા ખાતીબ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાની સુંદર તસવીરોથી લોકોને દિવાના બનાવતી રહે છે.

Continues below advertisement


તાજેતરમાં જ સાદિયા ખાતીબે ઇન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ હૉટ લાગી રહી છે. તસવીરોમાં સાદિયા ખાતીબ ઓલ યલો કલરના આઉટફિટમાં દેખાઇ રહી છે. તેને લૉન્ગ કૉટની સાથે મેચિંગ પેન્ટ પહેરેલુ છે, અને હીલ્સ પણ યલો કલરની પહેરેલી છે. સાદિયા ખાતીબે ગ્લેમ મેકઅપ અને કર્લી હેરથી પોતાના લૂકમાં ચાર ચાંદ લગાવ્યા છે, તે આમા ખુબ સુંદર લાગી રહી છે.






આ તસવીરોને શેર કરતા સાદિયા ખાતીબેએ એક નૉટ લખી છે, જેમાં તેને ‘વિચારસરણી’ પર વાત કરી છે. સાદિયા ખાતીબે લખ્યું- આપણે બહુજ નાનુ વિચારીએ છીએ, જેમ કે કુઆના તળીએ દેડકો. તે વિચારે છે કે આકાશ એટલુ જ છે જેટલુ કુઆનુ શિખર, પણ જો તે સામે આવે તો તેની  નજર બિલકુલ અલગ હોત.


























--