Asia Cup 2022: એશિયા કપમાંથી ભારતીય ટીમ સુપર 4 રાઉન્ડમાં ખરાબ પ્રદર્શનના કારણે બહાર ફેંકાઇ ગઇ છે, પરંતુ વિરાટની વિરાટ ઇનિંગે તમામના દિલ જીતી લીધા છે. ગઇકાલે રાત્રે અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ શાનદાર 122 રનની ઇનિંગ રમીને પોતાની 71મી ઇન્ટરનેશનલ સદી બનાવી હતી. આ સાથે જ વિરાટ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. વિરાટ એશિયા કપ 2022માં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે.
વિરાટ કોહલીએ એશિયા કપ 2022ની આ સિઝનમાં 5 મેચો રમી છે, જેમાં 92ની એવરેજ અને 147.59 સ્ટ્રાઇકરેટથી 276 રન બનાવ્યા છે, આ દરમિયાન તેને 20 ચોગ્ગા સાથે કુલ 11 છગ્ગા ફટકાર્યા છે. પરંતુ કોહલીનો આ તાજ ટુકં સમયમાં પાકિસ્તાની ઓપનર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન છીનવી શકે છે. હાલમાં રિઝવાનના નામે આ ટૂર્નામેન્ટમાં 212 રન છે, અને તે હાલમાં જબરદસ્ત ફૉર્મમાં છે. રિઝવાનના હજુ એશિયા કપમાં ફાઇનલ સહિત બે મેચો રમવાની છે, જો આ મેચોમા તે સારી બેટિંગ કરશે તો કોહલીને તાજ છીનવાઇ શકે છે.
એશિયા કપ 2022માં સૌથી વધુ રન બનાવનારા બેટ્સેમેનો -
વિરાટ કોહલી - 276 રનમોહમ્મદ રિઝવાન - 212 રનઇબ્રાહિમ જાદરાન - 196 રનકુસલ મેન્ડિસ - 155 રનરહમાનુલ્લાહ ગુરબાજ - 152 રન
ખાસ વાત છે કે, ભારત ભલે એશિયા કપમાંથી ફેંકાઇ ગઇ હોય, પરંતુ આ ટૂર્નામેન્ટમાં બેટિંગની સાથે બૉલિંગ પર પણ ભારતીયોનો કબજો છે. અત્યારે એશિયા કપ 2022માં ભુવનેશ્વર કુમારના નામે સૌથી વધુ વિકેટો છે.
એશિયા કપ 2022માં સૌથી વધુ વિકેટો લેનારા બૉલરો -
ભુવનેશ્વર કુમાર - 11 વિકેટોમોહમ્મદ નવાઝ - 8 વિકેટોમુઝીબ ઉર રહેમાન - 7 વિકેટોશાદાબ ખાન - 7 વિકેટોરાશિદ ખાન - 6 વિકેટો
વિરાટે 1021 દિવસ બાદ ફટકારી સદી - ઉલ્લેખનીય છે કે, લાંબા સમય બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીએ સદી ફટકારી છે, તેને અફઘાનિસ્તાન સામે 61 બૉલમાં અણનમ 122 રન બનાવ્યા. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 1021 દિવસ બાદ તેના બેટમાંથી સદી નીકળી છે. આ પહેલા કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવેમ્બર 2019માં સદી લગાવી હતી.
માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડ્યો...આ સાથે કિંગ કોહલીના નામે T20 ઈન્ટરનેશનલમાં 3584 રન બની ગયા છે. તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવવાના મામલે માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડીને બીજા ક્રમે આવી ગયો છે. આ સાથે જ તે T20 ઈન્ટરનેશનલમાં 3500થી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન બની ગયો છે.