વિરૂષ્કાની દીકરી વામિકાની પહેલા તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ, અનુષ્કાએ શું લખી ઇમોશનલ નોટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Feb 2021 01:28 PM (IST)
અનુષ્કા શર્માએ દીકરીની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જો કે તસવીરમાં બાળકીનો ચહેરો નથી દેખાતો પરંતુ બંને તેમની દીકરીને નિહાળતા જોવા મળે છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ દીકરીની પહેલી ઝલક ફેન્સને બતાવી છે. બહુ સમયથી ફેન્સે રાહ હતી કે, ક્યારે આ દીકરીની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરશે. સોમવારે અનુષ્કાએ તસવીર પોસ્ટ કરી છે. જેમાં બંને તેમની દીકરીને નિહાળતા જોવા મળે છે. દીકરીને તસવીર પોસ્ટ કરતા અનુષ્કાએ લખ્યું કે, “અમે એક સાથે પ્રેમ અને કૃતજ્ઞતાથી રહ્યાં છીએ પરંતુ આ નાનકડી વામિકાએ તેને બિલકુલ નવા સ્તર પર લાવી દીધા છે. આસું, ખુશી. ચિંતા આ બધા જ ઇમોશનને એક બંનેએ એકસાથે અનુભવ્યા છે. આપ સૌના પ્રેમ અને દુવા માટે શુક્રિયા” વામિકા નામનો અર્થ વામિકા નામ વિરાટ અને અનુષ્કાના નામ પરથી પડાયું છે. વિરાટનો ‘વ’ અને અનુષ્કાનો ‘કા’ લીધો છે. વામિકાનો અર્થ દેવી દુર્ગા થાય છે.