વિરાટે પોસ્ટ કરી અનુષ્કાની તસવીર, લખ્યું- ‘સાચા પ્રેમની શક્તિને અનુભવ કરાવ્યો’
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને મંગળવારે ખેલ રત્ન એવોર્ડથી સન્માનવામાં આવ્યો હતો. આ સમારંભમાં તેની પત્ની અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તથા માતા સરોજ કોહલી પણ ઉપસ્થિત રહ્યા હતા. વિરાટ કોહલી મેદાન પર તેની સફળતાનો શ્રેય અનુષ્કાને આપતો હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે બાદ વિરાટે ખુશી વ્યક્ત કરતાં સોશિયલ મીડિયા પર અનુષ્કાનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે, “એક એવી વ્યક્તિ કે જેણે તમામ અવરોધો પાર કરી મને પ્રેરણા આપી. એક વ્યક્તિ જેણે મને તમામ મતભેદો વચ્ચે યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરી. એક વ્યક્તિ જેણે મને અંદર અને બહારથી બદલી અને મને સાચા પ્રેમની શક્તિનો અનુભવ કરાવ્યો. મારી શક્તિ, મારી સાથી.”
વિરાટને સન્માનિત થતો જોઈ તેની પત્ની અને માતા ગૌરવ અનુભવી રહ્યા હતા. અનુષ્કાની આંખો વિરાટ પરથી હટતી જ ન હોય તેમ તસવીરમાં જોઈ શકાય છે.
સમારંભ દરમિયાન અનુષ્કા શર્મા તેની સાસુ સાથે મહેમાનોની પ્રથમ હરોળમાં બેઠી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -