સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના અફેયરથી લઈને બ્રેકઅપ સાથે જોડાયેલી વાતો આજે પણ લોકોમાં ચર્ચાનો વિષય છે. જ્યારે પણ ઈન્ડસ્ટ્રીના ફેમસ બ્રેકઅપની વાત થાય છે ત્યારે સલમાન અને ઐશ્વર્યાનું નામ ચોક્કસ લેવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'ના શૂટિંગ દરમિયાન સલમાન અને ઐશ્વર્યા ખુબ જ નજીક આવી ગયા હતા. ત્યાર બાદ બંને વચ્ચે પ્રેમ થયો હતો.


સલમાન અને એશ્વર્યાનું બ્રેકઅપઃ
કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર સલમાન ખાન ઐશ્વર્યાને લઈને જરૂર કરતા વધુ પજેસીવ હતો. જેનું પરિણામ એ આવ્યું કે, જેટલી ઝડપથી તેમની વચ્ચે પ્રેમ શરુ થયો હતો એટલી જ ઝડપથી તેમની વચ્ચે બ્રેક થયાના સમાચાર પણ આવી ગયા હતા. જોકે, સલમાન ખાન સાથેના બ્રેકઅપ પછી ઐશ્વર્યા રાય અભિનેતા વિવેક ઓબેરોય સાથે સીરિયસ રિલેશનમાં હતી. બંને વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું હતું કે, અચાનક એક દિવસ વિવેક ઓબેરોયે પ્રેસ કોન્ફરન્સ કરીને બધાને ચોંકાવી દીધા હતા.


સલમાને વિવેકને ધમકી આપીઃ
એવું કહેવાય છે કે, ઐશ્વર્યા અને વિવેકનું અફેર સલમાન ખાનને પસંદ નહોતું આવ્યું. સલમાને એક દિવસ વિવેકને ફોન કર્યો હતો અને તેને માત્ર ઠપકો જ નહીં, ધમકી પણ આપી હતી. તેનાથી નારાજ વિવેકે પ્રેસ કોન્ફરન્સ કરીને સલમાન અને તેની વચ્ચે થયેલી વાતચીતને સાર્વજનિક કરી હતી.


વિવેકે કર્યો હતો ખુલાસોઃ
કહેવાય છે કે, આ ઘટનાને કારણે ઈન્ડસ્ટ્રીમાં ભારે હોબાળો મચી ગયો હતો અને વિવેકને કામ મળતું બંધ થઈ ગયું હતું. એટલું જ નહીં આ ઘટના બાદ ઐશ્વર્યા રાયે વિવેક સાથેના સંબંધો પણ તોડી નાખ્યા હતા. એક વખત એક ઈન્ટરવ્યુમાં વિવેકે ઈશારામાં કહ્યું હતું કે, તેને તેના નજીકના લોકોએ આવું પગલું ભરવા માટે ઉશ્કેર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિવેકનો ઈશારો ઐશ્વર્યા તરફ હતો. જોકે, વિવેક સાથેના બ્રેકઅપ બાદ ઐશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા.